કેન્સરની દવાઓ માટે ટ્રેડ માર્જિન એમઆરપીનાં 30 ટકા સુધી મર્યાદિત રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફાર્મા કંપનીઓની લૂંટ મુદ્દે સુપ્રીમની ઝાટકણી બાદ કેન્દ્રનો નિર્ણય
- આ મહિનાનાં અંતમાં નિર્ણયનો અમલ થવાની શક્યતા : ૩૫ પેટન્ટ દવાઓ સહિત કુલ ૧૧૦ કેન્સર વિરોધી દવાઓનાં ભાવ ઘટશે
- સરકારના નિર્ણયથી કેન્સરના દર્દીઓને વાર્ષિક રૂ. ૨૫૦૦ કરોડની બચતનો દાવો
નવી દિલ્હી : કેન્દ્રે તમામ નોન શિડયુલ્ડ કેન્સર વિરોધી દવાઓ (બ્રાન્ડેડ અને જેનેરિક, ઘરેલુ અને આયતિત, પેટન્ટવાળી અને પેટન્ટ વગરની દવાઓ) માટે ટ્રેડ માર્જિનને એમઆરપીનાં ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ દવાઓનાં વેચાણ પર લેવામાં આવતો અતિશય નફો મર્યાદિત કરવાનો છે તથા જીવનરક્ષક દવાઓની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સાથે તે દવાઓ વધુ પરવડે તેવી બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
આ મહિનાનાં અંતમાં આ નિર્ણયનો અમલ થવાની શક્યતા છે. આ નિર્ણયને કારણે ૩૫ પેટન્ટ દવાઓ સહિત કુલ ૧૧૦ કેન્સર વિરોધી દવાઓનાં ભાવ ઘટશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન (ટીએમઆર)નો મુખ્ય ઉદ્દેશ દવાઓનાં વેચાણ સંબધિત ગેરરીતિઓને અટકાવવાનો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વધુ માર્જિનવાળી દવાઓ વેચવાનું ચલણ છે. બીજી તરફ કેન્સર વિરોધી દવાઓ અન્ય દવાઓની સરખામણીમાં વધારે મોંઘી હોવાથી અમે તેના પર ટ્રેડ માર્જિન મર્યાદિત કરવા માંગીએ છીએ.તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને કારણે કેન્સરનાં દર્દીઓને વાર્ષિક લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાની બચત થશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૯ સપ્ટેમ્બરે કેન્સર વિરોધી દવાઓની વધુ કીંમત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તમામ દવાઓ પર એક સમાન ૧૬ ટકા માર્જિનની ભલામણ કરતા જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્રની તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે આ તો લૂંટ છે.
કેન્સરની દવાની એમઆરપી ૨૭૦૦ રૂપિયા છે. અને આ દવા રિટેલ વિક્રેતાને ૨૭૦૦૦ રૂપિયામાં વેચવામાં આવે છે.




