Get The App

OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર 1 - image


3 Terrorist Killed in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેનાએ આતંકવાદી સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાયા બાદ સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન કેલર શરુ કર્યું અને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે, હજુ સુધી આ આતંકવાદીઓના પહલગામ હુમલાના કનેક્શન વિશે કોઈ જાણકારી સામે નથી આવી. ઓપરેશન હજુ ચાલુ હોવાથી આગામી સમયમાં સેના દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. 

નાકાબંધી બાદ શરુ કરાયું સર્ચ ઓપરેશન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શુકરુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. 

આ પણ વાંચોઃ BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત

લશ્કરના આતંકવાદીઓના મોત

પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણ કુલગામ જિલ્લાથી શરુ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કર્યો હતો. જોકે, બાદમાં સેનાની જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરુ થઈ હતી, જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓના મોત થયા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ યથાવત્ છે. 

આ પણ વાંચોઃ કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારા માટે 20 લાખનું ઈનામ

સુરક્ષા દળોએ હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદથી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં શોધખોળ શરુ કરી છે. 

Tags :