For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, હવે સંસદમાં બિલ મુકાશે

Updated: Nov 24th, 2021

Article Content Image

નવી દિલ્હી,તા.24.નવેમ્બર,2021

મોદી સરકારની આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

આમ નવા કાયદા પાછા ખેંચવાની દિશામાં સરકારે પહેલુ ડગલુ ભરી દીધુ છે.હવે આ જ પ્રસ્તાવ સંસદમાં મુકવામાં આવશે.જોકે સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી શક્યતા છે.

આ બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે.પીએમઓની ભલામણના આધારે કૃષિ મંત્રાલયે નવા ત્રણ કાયદા પાછા ખેંચવા માટેનુ બિલ તૈયાર કર્યુ છે.

જ્યારે આ બિલ સંસદમાં મુકાશે ત્યારે તેના પર ચર્ચા પણ થશે અ્ને તેના પર વોટિંગ પણ થશે.બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિને મોકલવાશે અને રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે .તે સાથે જ નવા ત્રણ કૃષિ કાયદા રદ થઈ જશે.

Gujarat