ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, પોલીસ દોડતી થઈ
Chirag Paswan LJP : LJP (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને દક્ષા પ્રિયા નામના પત્રકારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ટાઇગર મિરાજ ઇદરીસી નામના એકાઉન્ટ પરથી આપવામાં આવી છે. આ મામલે LJP રામ વિલાસના રાજ્ય મુખ્ય પ્રવક્તા રાજેશ ભટ્ટ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે. જેની તપાસ માટે હાલમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
આ પણ વાંચો: VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા
બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં છપરામાં પાર્ટીની રેલીમાં ચિરાગ પાસવાને જાહેરાત કરતાં કહ્યું કે, 'અમારી પાર્ટી બિહાર વિધાનસભાની બધી 243 બેઠકો પર ચૂંટણી લડશે.' આ સાથે, ચિરાગે એમ પણ કહ્યું હતું કે, 'તેઓ પોતે પણ બિહારમાં વિધાનસભાની ચૂંટણી લડશે.'