VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા
West Bengal TMC-BJP leader's liquor party: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બે નેતાઓ જંગલમાં દારુની પાર્ટી મનાવતા વિવાદ ઉભો થયો છે. માહિતી પ્રમાણે તેમાંથી એક ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા જિલ્લા પ્રમુખ છે અને બીજા શાસક તૃણમૂલ કોંગ્રેસના પંચાયત સમિતિના પ્રમુખ છે. બંનેને ગામ લોકોએ દારુ પીતા પકડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જો કે, ભાજપ અને ટીએમસી બંનેને આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો: 'ડિલિવરી ડેટ આપો, મહિલાને ઉઠાવી લઈશું', ભાજપ સાંસદે ખરાબ રસ્તાની ફરિયાદની ઠેકડી ઉડાવી
ગામલોકોએ કારમાં ત્રણેયને દારુ પીતા પકડ્યા
રિપોર્ટ પ્રમાણે ભાજપના નેતા દીપા વણિક અધિકારી છે. ટીએમસી નેતા પંચાનન રોય છે, જે જિલ્લા કક્ષાએ નેતા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે અન્ય એક શખ્સ પણ જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ડ્રાઈવર છે. આ ઘટના અપાલચંદ જંગલ પાસેની છે. ગામલોકોએ કારમાં ત્રણેયને દારુ પીતા પકડ્યા હતા અને જોરદાર વિરોધ કર્યો હતો.
...તો આશ્ચર્ય થયો બંને ભાજપ અને ટીએમસીના નેતા
મળતી માહિતી પ્રમાણે ઘણો લાંબો સમય સુધી કાર અહીં ઉભી રહેતા સ્થાનિક લોકોને શંકા પડી હતી. જેથી ભીડ કાર પાસે પહોંચી અને અંદર બેઠેલા લોકોએ બહાર નીકળવા કહ્યું હતું, તો આશ્ચર્ય થયો બંને ભાજપ અને ટીએમસીના નેતા હતા. રિપોર્ટ પ્રમાણે પાછળથી ખુલાસો થયો કે, રૉય તરફથી આ દારુ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે ભડકેલા ગામલોકોએ ગાડીને ઘેરી લીધી હતી અને વિરોધ દર્શાવ્યો હતો.
અધિકારી મહિલાએ કારમાંથી બહાર નીકળી ચાલતી પકડી
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા અધિકારી કારની પાછળની સીટમાં બેઠા છે અને ગ્લાસ હટાવી રહી છે. તો ડ્રાઈવર સીટ પર બેઠેલો શખ્સ કેમેરો જોઈને દરવાજાનો ગ્લાસ ઉપર કરી લે છે. થોડીવાર પછી અધિકારી મહિલા કારમાંથી બહાર આવે છે અને આગળ ચાલતી પકડે છે. ત્યાર બાદ તેની પોતાની કારમાં બેસીને રવાના થઈ જાય છે. તો આ બાજુ રૉય અને ડ્રાઈવરને ગામ લોકો રોકી લે છે. જો કે, થોડીવાર પછી બંને નેતાઓ ત્યાંથી નીકળી જાય છે.
રાજકારણ ગરમાયું
આ ઘટના બાદ હવે રાજ્યમાં રાજકારણ વધુ ગરમાયું છે. ખાસ કરીને ડાબેરી જૂથો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેને શરમજનક ગણાવી રહ્યા છે. તો અધિકારીએ તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.