For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણ કોરિયામાં શાંતિ પુરસ્કાર મેળવ્યા બાદ પીએમ મોદીએ આપ્યો આ સંદેશ

Updated: Feb 22nd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે દક્ષિણ કોરિયાના પ્રવાસે છે.પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.એ પછી દક્ષિણ કોરિયાના પીએઅમ મૂન જે ઈન સાથે મુલાકા કરી હતી.

પીએમ મોદીને સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.આ પુરસ્કાર મેળવનાર તેઓ પહેલા ભારતીય છે.પીએમ મોદીએ આ એવોર્ડ ભારતના નાગરિકોને સમર્પિત કરીને કહ્યુ હતુ કે દુનિયાએ ભારતની આખુ વિશ્વ એક પરિવાર છેની નીતિને અપનાવી છે.ભારતે હંમેશા દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે એવોર્ડ સાથે મળેલી રકમ ગંગાને ચોખ્ખી કરવાના પ્રોજેક્ટ  માટે આવાની ઈચ્છા છે.ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી ધરાવે છે.સરકારે મહત્વપૂર્ણ આર્થિક નિર્ણયો લીધા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજે આતંકવાદ દુનિયા માટે ચિંતાનો વિષય છે.તેની સામે લડવા આખી દુનિયાએ એક થવુ પડશે.વિશ્વશાંતિ સામે આતંકવાદની  બીમારી મોટો ખતરો છે.

નોંધનીય છે કે 1990થી સિઓલ પીસ એવોર્ડ આપવામાં આવે છે.આ વર્ષે એવોર્ડ માટે 1300 નોમિનેશન આવ્યા હતા.જેમાંથી 150 મહાનુભાવોને શોર્ટ લિસ્ટ કર્યા બાદ એવોર્ડ માટે પીએમ મોદી પર પસંદગી ઉતારવામાં આવી હતી.

આ પહેલા તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.દક્ષિણ કોરિયાએ પણ પુલવામા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.

Gujarat