For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે લીધેલા બદલાથી ખુશ આ રીક્ષા ચાલક એક મહિના સુધી મુસાફરો પાસેથી ભાડુ નહી લે

Updated: Feb 26th, 2019

ભારતે લીધેલા બદલાથી ખુશ આ રીક્ષા ચાલક એક મહિના સુધી મુસાફરો પાસેથી ભાડુ નહી લેચંદીગઢ,તા.26.ફેબ્રઆરી 2019, મંગળવાર

પુલવામા આતંકી હુમલાનો ભારતે આન બાન અને શાનથી બદલો લીધો છે.આખો દેશ મોદી સરકાર અને ભારતીય વાયુસેનાથી ખુશ છે ત્યારે ચંદીગઢના એક ઓટો રીક્ષા ચાલકે પોતાની પ્રતિજ્ઞા પુરી કરવાનુ એલાન કર્યુ છે.

પુલવામામાં શહીદ થયેલા જવાનોના દુખમાં ઓટો રીક્ષા ચાલક અનિલ કુમારે નક્કી કર્યુ હતુ કે જે દિવસે ભારત આ કાર્યવાહીનો બદલો લેશે ત્યારે તે એક મહિના સુધી મુસાફરોને મફત સવારી કરાવશે.

હવે ભારતે મિરાજ 2000 વિમાનો થકી બોમ્બમારો કરાવીને જવાનોની શહાદતનો બદલો લીધો છે ત્યારે અનિલે નક્કી કર્યુ છે કે તે પોતાની પ્રતિજ્ઞા અનુસાર આજથી એક મહિના સુધી ઓટોમાં મુસાફરોને ફ્રી બેસાડશે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે અનિલ પોતે પંજાબના ફાજિલ્કા જિલ્લાના ફોવાલા ગામનો રહેવાસી છે.આ ગામ પાક સરહદથી ત્રણ જ કિલોમીટરના અંતરે આવેલુ છે.

પુલવામા હુમલા બાદ તેણે જે પ્રતિજ્ઞા લીધી હતી તેનુ એક પોસ્ટર બનાવીને પોતાની રીક્ષા પર લગાડ્યુ હતુ.

Gujarat