તમારા ખિસ્સામાં રહેલો ₹20 નો સિક્કો નકલી તો નથી ને?, UPના સહારનપુરમાંથી મળ્યા ₹1.20 લાખના નકલી સિક્કા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saharanpur Police Seize Fake 20 Rupee Coins: અત્યાર સુધી સામાન્ય રીતે 500 રૂપિયાની નકલી નોટોના કિસ્સાઓ સામે આવતા હતા, પરંતુ હવે બજારમાં ₹20 ના નકલી સિક્કાઓ પણ ફરતા થઈ ગયા છે. સહારનપુર પોલીસ અને SOGની સંયુક્ત ટીમે આશરે ₹1.20 લાખની કિંમતના 20 રૂપિયાના નકલી સિક્કા ઝડપી લીધા છે.
₹4,000 ના સિક્કા વટાવવા પર મળતા હતા ₹400
પોલીસ પૂછપરછમાં નકલી સિક્કાઓને બજારમાં અને દુકાનો પર વટાવવા બદલ કમિશન આપવામાં આવતું હોવાની વિગત સામે આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ કુલદીપ અને વિપિન તરીકે થઈ છે. આરોપી કુલદીપે ખુલાસો કર્યો કે 4,000 રૂપિયાના નકલી સિક્કા દુકાનો પર વટાવવા બદલ તેને 400 રૂપિયાનું કમિશન મળતું હતું. બંને આરોપીઓ જાતે સિક્કા બનાવતા નહોતા, પરંતુ બહારથી માલ મેળવીને બજારમાં ફેરવવાનું કામ કરતા હતા.
સિક્કા ક્યાં બનતા હતા? તપાસ ચાલુ
હવે પોલીસનું મુખ્ય ધ્યાન સિક્કાઓનો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પર છે. આ નકલી સિક્કા ક્યાં તૈયાર થતા હતા, સહારનપુર સુધી કેવી રીતે પહોંચ્યા અને અત્યાર સુધીમાં કેટલો જથ્થો બજારમાં ઘૂસાડવામાં આવ્યો છે, તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સહારનપુરની PNB માંથી ₹17.29 કરોડની નકલી નોટો મળી આવવાના હાઈપ્રોફાઈલ કેસની તપાસ હાલ NIA કરી રહી છે. તેવામાં હવે ₹20 ના નકલી સિક્કાઓ મળી આવતા નકલી કરન્સીના કાળા કારોબારને લઈને ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.




