For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

60 વર્ષીય વૃદ્ધે જજને કહ્યું, સાહેબ મને મારી પત્નીથી બચાવો, મારી મહેનતની કમાણીથી ઐયાસી કરે છે

Updated: Feb 26th, 2019

Article Content Imageગાજિયાબાદ, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 60 વર્ષીય વૃદ્ધે કોર્ટમાં પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે અરજી કરી છે. 

વૃદ્ધનું કહેવું છે કે તેની પત્ની તેની એક નથી સાંભળતી અને તેની બધી કમાણી બીજા પર લૂંટાવે છે. માટે હવે હું તેની સાથે રહેવા માંગતો નથી.

મળતી માહિતી અનુસાર ગાજિયાબાદના મસૂરી વિસ્તારમાં રહેનાર 60 વર્ષીય વૃદ્ધે કોર્ટમાં પોતાની પત્નીથી તલાક માટે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે. સોમવારના રોજ આ મામલે સુનાવણી હાથ ધરાઇ. બંને પક્ષોના વકીલ કોર્ટમાં જજની સામે પોતપોતાની દલીલ કરી રહ્યાં હતા. આ દરમિયાન કેસ દાખલ કરનાર વૃદ્ધ વ્યક્તિએ કહ્યું સાહેબ મને ભલે તમારે જે સજા આપવી હોય તે આપો પણ હવે તે તેની પત્ની સાથે એક મિનિટ પણ સાથે રહીં શકે તેમ નથી. મને તેનાથી છૂટકારો અપાવો.

વૃદ્ધની આ દલીલ સાંભળી કોર્ટમાં હાજર સૌ ભોચક્કા રહી ગયા. જજે વૃદ્ધ વ્યક્તિને પુરી વાત કરવા કહ્યું. જેના પર વૃદ્ધે પોતાની પત્ની પર આરોપ લગાવતા કહ્યું કે તેની પત્નીના ચાલ-ચલન ઠીક નથી. તે મારી મહેનતની કમાણી બીજા પર ઉડાવે છે. આ સાંભળી ત્યાં હાજર તેની પત્ની દલીલ કરવાને બદલે જેમ-તેમ બોલવાનું શરૂ કરી દીધું.

સામે પક્ષે મહિલાએ પણ આરોપ લગાવ્યો કે તેની સતામણી કરવામાં આવી રહી છે. તેના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે અને પોતાના બાળકો માટે આ બધુ સહન કરી રહી હતી. હાલ આ મામલે કોઇ નિર્ણય આવ્યો નથી. આ ઘટના આજે સમગ્ર કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બની રહ્યો.

Gujarat