For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બહુ મોટી ભૂલ કરી છે આતંકવાદીઓએ, સજા ભોગવશેઃ પીએમ મોદી

Updated: Feb 15th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા.15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ગુરૂવારના રોજ જૈશ-એ-મોહમ્મદના એક ભીષણ આત્મઘાતી હુમલામાં સીરઆપીએફના 37 જવાનો શહીદ થઇ ગયા અને અન્ય કેટલાય ઘાયલ થયા. વડાપ્રધાને હુલાના તાકીદે હાઇ લેવલ મીટિંગ બોલાવી. બીજી તરફ પાકિસ્તાને ઘટનામાં તેમનો હાથ હોવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

જમ્મુના પુલવામામાં જિલ્લામાં ગુરૂવારની સાંજે જૈશે-એ-મોહમ્મદના આતંકવાદીઓએ વિસ્ફટકોથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોને લઇ જઇ રહેલી બસને ટક્કર મારી દીધી જેમાં 37 જવાન શહિદ ગયા. 

2016માં ઉરીમાં થયેલા આતંકવાદી ઘટના બાદ આ સૌથી મોટો હુમલો છે. સીરઆપીએફના 2500થી વઘુ જવાનોનો 78 બસનો કાફલો જઇ રહ્યો હતો. તેમાંથી મોટાભાગના પોતાની રજા પરથી પરત ફરી રહ્યાં હતા. 

હુમલાને પગલે શુક્રવારના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજાઇ. બેઠકમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ત્રણેય સેના અધ્યક્ષ અને સીઆરપીએફના ડીજીએ પણ ભાગ લીધો. બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવામાં આવશે. આતંકને સમર્થન આપવા બદલ પાકિસ્તાનને પછતાવું પડશે.

Gujarat