Get The App

લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મોટા પપ્પા બનવાનું સૌભાગ્ય મળ્યું'

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મોટા પપ્પા બનવાનું સૌભાગ્ય મળ્યું' 1 - image


Tej Pratap Yadav : તેજસ્વી યાદવ બીજી વાર પિતા બન્યા પછી તેમના નાના ભાઈ તેજ પ્રતાપ યાદવની પણ પ્રતિક્રિયા સામે આવી છે. હાલમાં જ તેજપ્રતાપે એક યુવતી સાથે રિલેશનશિપમાં હોવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. બાદમાં તેજ પ્રતાપે આ પોસ્ટ ડિલીટ કરીને ફેરવી તોળ્યું હતું, પરંતુ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યા હતા. હવે નાનો ભાઈ તેજસ્વી યાદવ બીજી વાર પિતા બનતા તેજ પ્રતાપે તેને શુભેચ્છાઓ પાઠવી હતી.  

આ પણ વાંચો : BIG NEWS: ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી


ભત્રીજાને મારા સ્નેહભર્યા આશીર્વાદ અને ખૂબ પ્રેમ...

તેજ પ્રતાપે કહ્યું કે, 'મને મોટા પપ્પા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સોશિયલ મીડિયા પર મારા ભાઈ અને ભત્રીજાના ફોટો શેર કરતાં પૂર્વ મંત્રી તેજ પ્રતાપે લખ્યું કે, શ્રી બાંકે બિહારીજીની અસીમ કૃપા તેમજ આશીર્વાદથી નવા મહેમાનના આગમનથી મને મોટા પાપા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાના ભાઈ તેજસ્વી પ્રસાદ યાદવ તથા રાજશ્રી યાદવને હાર્દિક શુભકામનાઓ. ભત્રીજાને મારા સ્નેહભર્યા આશીર્વાદ અને ખૂબ પ્રેમ...'

આ પણ વાંચો : ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો

તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ બાદ થઈ હતી કાર્યવાહી

તેજ પ્રતાપે 24 મેના રોજ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું તેજ પ્રતાપ યાદવ છું અને મારી સાથે આ તસવીરમાં દેખાતી છોકરી અનુષ્કા યાદવ છે. અમે બંને છેલ્લા 12 વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. અમે છેલ્લા 12 વર્ષથી સંબંધમાં છીએ. હું ઘણાં સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો, પણ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું... તો આજે આ પોસ્ટ દ્વારા હું મારા હૃદયની લાગણીઓ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. મને આશા છે કે તમે બધા મારી વાત સમજી શકશો.'

આ પોસ્ટ બાદમાં તેણે ડિલીટ કરી હતી, પરંતુ ત્યાર પછી આરજેડી સુપ્રીમો અને તેના પિતા લાલુ પ્રસાદ યાદવે તેને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યો હતો. 

Tags :