Get The App

બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ 1 - image


Indian Army News: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલેલા સંઘર્ષમાં ભારતીય સેનાએ ખૂબ સરસ કામગીરી નિભાવી છે. આ સેનાના જવાનોની બહાદૂરી અને કામગીરીની દેશ સહિત વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. બિહારનું એક એવુ જ ગામ છે, જ્યાં દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ દેશસેવા માટે સેનામાં જોડાય છે. બિહારના જહાનાબાદમાં સ્થિત ભગવાનપુર ગામમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશની સુરક્ષા માટે તૈનાત છે. 

જહાનાબાદમાં સ્થિત ભગવાનપુર ગામ જિલ્લા મુખ્યાલયથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે. જેમાં 20 થી 25 ઘરો છે. અહીં ઘણા ઘરોમાં પિતા અને પુત્ર અથવા બે ભાઈઓ સેનામાં સેવા આપી રહ્યા છે. અહીંના લોકો સુબેદારથી લઈને વિવિધ પદો પર કાર્યરત છે. આ ગામની માટીમાં દેશભક્તિની સુગંધ છે, જેના કારણે બાળકો સવાર-સાંજ સેનાની તૈયારી કરતા  જોવા મળે છે.

બાળપણથી જ અપાય ટ્રેનિંગ

ભગવાનપુર ગામમાં 14થી 15 લોકો ભારતીય સેનામાં છે. જેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે. અહીંના બાળકોને બાળપણથી જ પોલીસ અને સેનામાં જોડાવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ગામના લોકો દેશસેવાની લાગણી સાથે જીવે છે. માતા-પિતા પોતાના બાળકને દેશ સેવા માટે પ્રોત્સાહન આપે છે. આ ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પરંતુ આ ખેડૂત માતા-પિતા પોતાના બાળકોને સૈનિક બનાવવા મહેનત કરે છે. તેમનું માનવુ છે કે, જેમ ખેતરમાં પાકની વાવણી કરવી કરવા શરૂઆતથી જ ધ્યાન આપવું પડે છે. તેમ બાળકોને દેશસેવા માટે મોકલવા બાળપણથી જ તૈયાર કરવા જરૂરી છે.

આ પણ વાંચોઃ મધર્સ ડે સ્પેશિયલઃ સુરતની આ માતાના ત્રણેય સંતાન છે આર્મીમાં, દીકરી પોતાના બાળકને મૂકીને કરે છે 'ભારત માતા'ની સેવા

કોન્સ્ટેબલથી માંડી અનેક પદ પર છે તૈનાત

ભગવાનપુર ગામના યુવાનો અજયકુમાર સિંહ સુરક્ષા દળના નીચલી કક્ષાથી માંડી ઉપલા સ્તર સુધી સેવા આપી રહ્યા છે. આ ગામ ફોજીઓનું ગામ તરીકે ઓળખાય છે. આર્મી, સીઆરપીએફ અને એસએસબીમાં પણ અનેક લોકો કાર્યરત છે. દેશની સરહદની સુરક્ષામાં જોડાયા છે. રોજ સવારે ઉઠતાની સાથે જ બાળકો સેનાની તૈયારીમાં જોડાઈ જાય છે.

ગામની માટીમાં જ દેશપ્રેમની ભાવના

એએનએસ કોલેજ જહાનાબાદના પ્રોફેસર અને ભગવાનપુરના નિવાસી શિવકુમાર સિંહે જણાવ્યું કે, અમાર ગામની માટીમાં જ દેશપ્રેમની ખૂબ લાગણીઓ જોવા મળે છે. જે પણ જવાન છે, તેઓ દેશની સેવા કરે છે. અથવા તો અમુક લોકો જુદી-જુદી રીતે દેશની સેવા કરે છે. અમે અમારા ગામમાં બાળકોને હંમેશા દેશસેવા માટે સમર્પિત થવા શિક્ષણ આપીએ છીએ. રોજ સવારે અહીં બાળકો સેનામાં જોડાવા માટે તાલીમ લેતાં જોવા મળે છે. 

બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ 2 - image

Tags :