India

ટીસીએસે પૂણેમાં એઆઈ, રોબોટ્સથી ચાલતી ઓટોમેટેડ ફેક્ટરી બનાવી

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
પૂણેમાં TCSએ દેશની પ્રથમ 'લાઇટ્સ આઉટ ફેક્ટરી લેબ' શરૂ કરી છે. આ AI-આધારિત લેબ 24 કલાક માનવીય હસ્તક્ષેપ વિના કાર્યરત રહેશે. અહીં, રોબોટ્સની મદદથી AI ઉત્પાદનો બનાવતી કંપનીઓ ટેસ્ટિંગ કરી, મુશ્કેલીઓ ઓળખી અને તેનું નિરાકરણ લાવી શકશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ઓટોમેશન પર ચાલશે, જેનાથી ઉત્પાદનની ગુણવત્તા સુધરશે અને ભવિષ્યની સમસ્યાઓનો અગાઉથી ઉકેલ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીસીએસે પૂણેમાં એઆઈ, રોબોટ્સથી ચાલતી ઓટોમેટેડ ફેક્ટરી બનાવી
  • પ્રથમ લાઈટ્સ આઉટ ફેક્ટરી લેબ દિવસ-રાત ધમધમશે
  • લેબમાં ટેસ્ટિંગ કરીને બીજી કંપનીઓ એઆઈ પ્રોડક્શનને બહેતર બનાવી શકશે

પૂણે : ટીસીએસે પૂણેમાં લાઈટ્સ આઉટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી લેબ બનાવી છે. દેશમાં આ પ્રકારની એ પહેલી લેબ છે, જ્યાં એઆઈ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ ટેસ્ટિંગ કરીને આવનારી મુશ્કેલીઓને ઓળખીને સમાધાન શોધી શકશે. રોબોટ્સની મદદથી કંપનીઓ ઓટોમેટિક ક્વોલિટી તપાસી શકશે. ટીસીએસનો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ઓટોમેશન પર ચાલશે.
ટાટા કન્સલટન્સી સર્વિસ (ટીસીએસ)ના કહેવા પ્રમાણે આ દેશની લાઉટ્સ-આઉટ ફેક્ટરી લેબ છે. ટીસીએસે હ્યુમન પ્લસ એઆઈ સર્વિસ ઓટોનોમી મોડલની મદદથી આ લેબ બનાવી છે. એટલે કે એમાં માણસોએ તૈયાર કરેલી એઆઈ અને રોબોટિક્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે ઓટોમેશન પર ચાલશે.
લાઈટ્સ-આઉટ ફેક્ટરી એટલે એવો કોન્સેપ્ટ કે જ્યાં દિવસ-રાત માનવીય દખલ વગર કામ કરી શકાય.
આ એઆઈ-ફર્સ્ટ મેન્યુફેક્ટરિંગથી અન્ય એઆઈ બેઝ્ડ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ પ્રોડક્ટનું મોનિટરિંગ કરી શકશે. તેનાથી કંપનીઓને એઆઈના કામમાં આવતી મુશ્કેલીઓની વહેલી જાણકારી મળશે.
એક રીતે આવા રોબોટિક્સ અને એઆઈ વર્કના ટેસ્ટિંગ માટે આ લેબ ખૂબ ઉપયોગી થશે. રોજિંદા કામમાં એઆઈનો ઉપયોગ કરવામાં જે મુશ્કેલી પડે છે તેનો ઉકેલ આ ફુલી ઓટોમેટેડ લેબમાં મેળવી શકાશે. માણસ અને મશીનને કામ કરાવવાનો આ અલગ પ્રકારનો પ્રયોગ હશે.
સાથે સાથે આખી ફેક્ટરી સંપૂર્ણ રીતે ઓટોમેટિક ચાલશે. પ્રોડક્શનને બહેતર બનાવવાનો આ લેબનો મુખ્ય હેતુ છે. અસલી ફેક્ટરીમાં કોઈ પરિવર્તન કરતાં પહેલાં આ લેબમાં તેનું કમ્યુટરાઈઝ્ડ ૩ડી મોડલ બનાવીને તપાસ કરી શકાશે. રોબોટ્સ માણસ સાથે મળીને સુરક્ષિત રીતે કામ કરી શકે તેવી ક્ષમતા આ ફેક્ટરી લેબમાં વિકસાવી શકાશે.