For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમિલનાડુ: આ મંદિરમાં પ્રસાદ રૂપે અપાય છે મટન બિરયાની

Updated: Feb 25th, 2019

Article Content Imageચેન્નઈ, તા. 25 ફેબ્રુઆરી 2019 સોમવાર

પાકનુ નુકસાન થવાથી કેટલાક ખેડૂતોની આત્મહત્યાના સમાચાર મળ્યા હશે. તમિલનાડુના મદુરામાં આવેલા વડક્કમપટ્ટી અને કલ્લીગુડી જેવા કેટલાક એવા ગામ છે જ્યાં કેટલાક ખેડૂતો હોટલોના માલિક બની ગયા. 

સમગ્ર દક્ષિણ ભારતમાં ફેલાયેલા મુનિયાંદી હોટલોના માલિક બે વાતોનું વિશેષ ધ્યાન રાખે છે. પહેલુ એ કે ગ્રાહકોને સ્વાદિષ્ટ નૉન વેજ ભોજન પીરસવામાં આવે અને પોતાની હોટલોનું નામ કુળદેવતા મુનિયાંદીના નામ પર રાખવામાં આવે.

પહેલા મુનિયાંદી હોટલની શરૂઆત 1937માં ગુરુસામી નાયડુએ કરી હતી. જે બાદ નાયડુના એક નજીકના મિત્રએ પણ કલ્લીગુડી અને વિરધુનગરમાં આવી હોટલ ખોલી. ચેન્નઈમાં મુનિયાંદી હોટલ ચલાવનાર આવા રાજગુરુએ જણાવ્યુ. અમારા લોકો આ હોટલમાં કામ કરે છે. જે વધારે તેમના સંબંધી દ્વારા જ ચલાવવામાં આવે છે. જ્યારે તે કામ શીખી જાય છે તે બહાર જઈને પોતાની હોટલ ખોલે છે. તેમના સંબંધી આમાં તેમની મદદ કરે છે. 

શનિવારે વડક્કમપટ્ટીમાં પૂરા થયેલા બે દિવસીય મુનિયાંદી ફેસ્ટિવલમાં ભાગ લેવા આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પુંડ્ડુચેરી અને તમિલનાડુના કેટલાક મુનિયાંદી હોટલ માલિક ભાગ લેવા આવ્યા. શનિવારે સવારે લગભગ 8000 લોકોએ ફેસ્ટિવલમાં ભાગ લીધો અને પ્રસાદ તરીકે વહેંચવામાં આવેલી મટન બિરયાની ખાધી.

Gujarat