India

દર મહિને 2,500 રોકડા અને મફત સોનું... વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
એક્ટર વિજયની રાજકારણમાં એન્ટ્રીએ તમિલનાડુના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. તેમની પાર્ટી 'તમિલગા વેત્રિ કઝગમ' (TVK) એ પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં જ મજબૂત પકડ બનાવી છે. આ સફળતા પાછળનું મુખ્ય કારણ પાર્ટીના જાહેરનામામાં કરવામાં આવેલા 7 મોટા વાયદા માનવામાં આવે છે, જે સીધા સામાન્ય જનતાની જરૂરિયાતો સાથે જોડાયેલા છે. ટીવીકેના આ લોકપ્રિય અને મક્કમ નિર્ધારને કારણે રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે અને વિજય એક પ્રભાવશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દર મહિને 2,500 રોકડા અને મફત સોનું... વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
(IMAGE - IANS)

Tamilnadu Assembly Election Result 2026: એક્ટર વિજયની રાજકારણમાં એન્ટ્રીએ તમિલનાડુના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. તેમની પાર્ટી 'તમિલગા વેત્રિ કઝગમ' (TVK) એ પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં જ મજબૂત પકડ બનાવી છે. આ સફળતા પાછળનું મુખ્ય કારણ પાર્ટીના જાહેરનામામાં કરવામાં આવેલા 7 મોટા વાયદા માનવામાં આવે છે, જે સીધા સામાન્ય જનતાની જરૂરિયાતો સાથે જોડાયેલા છે. ટીવીકેના આ લોકપ્રિય અને મક્કમ નિર્ધારને કારણે રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે અને વિજય એક પ્રભાવશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા છે.


થલાપતિ વિજયની પાર્ટી TVK (તમિલગા વેત્રિ કઝગમ) દ્વારા તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા મુખ્ય 7 વાયદા નીચે મુજબ છે:

1. મહિલાઓ માટે માસિક સહાય: 'મધિપ્પુમિગુ મગલિર ટિપ્પમ' યોજના હેઠળ ઘરની મહિલા વડાને(60 વર્ષની વય સુધી) દર મહિને 2,500 રૂપિયાની આર્થિક સહાય અપાશે.

2. મફત ગેસ સિલિન્ડર: 'અન્નપૂર્ણી સુપર સિક્સ સ્કીમ' અંતર્ગત દરેક પરિવારને વર્ષમાં 6 એલપીજી (LPG) સિલિન્ડર મફત અપાશે. 

3. કન્યાદાન સહાય (સોનું): 'અન્નન સીર ટિપ્પમ' યોજના હેઠળ દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી ભેટ અપાશે. 

4. વિદ્યાર્થીઓ માટે આર્થિક મદદ: 'કામરાજાર કલ્વી ઉરુધિ ટિપ્પમ' હેઠળ ધોરણ 1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અભ્યાસના ખર્ચ માટે દર વર્ષે 15,000 રૂપિયાની સહાય અપાશે.

5. મહિલાઓ માટે મફત મુસાફરી: 'વેત્રિ પયનમ ટિપ્પમ' અંતર્ગત તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી સંપૂર્ણપણે મફત રહેશે.

6. બેરોજગારી ભથ્થું: શિક્ષિત યુવાનોને મદદ કરવા માટે ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને દર મહિને 4,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને દર મહિને 2,500 રૂપિયા બેરોજગારી ભથ્થું અપાશે.

7. ખેડૂતોની દેવા માફી: 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50% દેવું માફ કરવાનો વાયદો કરાયો છે.