Get The App

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર... ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકાયો હતો

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર... ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકાયો હતો 1 - image



Bondi Beach Shooting : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ગોળીબારની ઘટનામાં ઇંગ્લેન્ડના ક્રિકેટર માઈકલ વોનનો પણ આબાદ બચાવ થયો છે. જણાવી દઈએ કે, માઈકલ વોન ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન છે. આતંકવાદીઓએ યહૂદી સમુદાય હનુક્કા ફેસ્ટિવલને ટાર્ગેટ કરીને આડેધડ ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધી ઘટનામાં 12 લોકોના મોત અને 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ગોળીબાર થયો ત્યારે માઈકલ વોન પર ઘટનાસ્થળે જ હતા. વોને કહ્યું કે, જ્યારે ગોળીબાર થયો ત્યારે હું રેસ્ટોરન્ટમાં લૉક હતો, જે મને ભયાનક લાખ્યું હતું.

મને ખૂબ જ ડરામણું લાગ્યું : માઈકલ વોન

જ્યારે સ્થળ પર આડેધડ ગોળીબાર થયો ત્યારે માઈકલ વોન બોન્ડી બીચ વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બોન્ડીમાં જ્યારે ગોળીબાર થતો હતો, ત્યારે હું ત્યાંની એક રેસ્ટોરાંમાં બંધ હતો, જે મને ખૂબ જ ડરામણું લાગ્યું હતું. હવે હું સુરક્ષિત ઘરે પહોંચી ગયો છું. ઈમરજન્સી સેવાઓ અને આતંકવાદનો સામનો કરનારા તે વ્યક્તિનો આભાર. અસરગ્રસ્ત તમામ લોકો સાથે મારી સંવેદના...’

હુમલાની વિશ્વભરમાં ટીકા

ઉલ્લેખનીય છે કે, બોન્ડી બીચ વિશ્વનો સૌથી પ્રસિદ્ધ દરિયાકાઠાં વિસ્તારોમાંથી એક છે. અહીં હજારો પ્રયટકો આવતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં થયેલો આતંકી હુમલો વૈશ્વિક સમુદાય માટે ગંભીર અને ચેતવણી સમાન છે. આ હુમલાની વિશ્વભરમાં ટીકા કરવામાં આવી રહી છે.

હુમલાખોરને 'બહાદુર' નાગરિકે પાછળથી પકડ્યો

વોને પોતાની પોસ્ટમાં જે વ્યક્તિનો આભાર માન્યો છે, તે બહાદુરનો વીડિયો વિશ્વભરમાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્થાનિક વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ગોળીબાર દરમિયાન એક કાર પાછળ છૂપાયેલો નજરે આવી રહ્યો છે. ત્યારે હુમલાખોર પાર્કિંગ એરિયામાં બંદૂક સાથે ગોળીબાર કરતો નજરે આવી રહ્યો છે. શૂટર બીજી તરફ પલટતા જ કાર પાછળ છૂપાયેલા વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થાય છે. જેમાં બહાદુર વ્યક્તિ શૂટર પાસેથી બંદૂક છીનવી લે છે. બંદૂક છીનવતા જ શૂટર પટકાય છે. વ્યક્તિ હુમલાખોર પર બંદૂક તાકે છે, જેના પછી શૂટર ભાગી જાય છે. તે વ્યક્તિ પીછો કરે છે. બાદમાં પોલીસ આવીને તેને પકડી લે છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાના બીચ પર લાશો વિખેરાઈ, અત્યાર સુધીમાં 12ના મોત: યહૂદી ફેસ્ટિવલ દરમિયાન આતંકવાદી હુમલો

કાર્યક્રમમાં આશરે 2,000 લોકો હાજર હતા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ યહૂદી સંગઠન ચાબાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં આશરે 2,000 લોકો મીણબત્તી પ્રગટાવવા અને ધાર્મિક વિધિઓ માટે ભેગા થયા હતા. લગભગ સાંજે 6:45 વાગ્યે (સ્થાનિક સમય) બે હથિયારધારી હુમલાખોરોએ અચાનક ભીડ પર ગોળીબાર કર્યો. ગોળીબારના અવાજથી બીચ પર ગભરાટ ફેલાઈ ગયો, જેના કારણે સેંકડો લોકો આશ્રય માટે દોડી ગયા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનએ શોક વ્યક્ત કર્યો

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે બોન્ડી બીચ પરના દ્રશ્યો આઘાતજનક અને દુઃખદ હતા. તેઓ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશનર અને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. પ્રાથમિકતા ઘાયલોના જીવ બચાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની છે.

આ પણ વાંચો : VIDEO: શૂટરને પાછળથી પકડીને બંદૂક છીનવી... ઓસ્ટ્રેલિયાના બહાદુર નાગરિકની વિશ્વભરમાં ચર્ચા

Tags :