India

મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણય

By GS Team
18 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પોતાની બીજી કેબિનેટ બેઠકમાં સરકારે સરકારી કર્મચારીઓ અને મહિલાઓ માટે કેટલાક બહુ મોટા કલ્યાણકારી નિર્ણયો લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણય

Suvendu Adhikari Cabinet Decisions : પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પોતાની બીજી કેબિનેટ બેઠકમાં સરકારે સરકારી કર્મચારીઓ અને મહિલાઓ માટે કેટલાક બહુ મોટા કલ્યાણકારી નિર્ણયો લીધા છે. 

બીજી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળ મળેલી બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મોટા નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પૉલે પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારે અગાઉની 'લક્ષ્મી ભંડાર યોજના'નું નામ બદલીને તેને 'અન્નપૂર્ણા ભંડાર યોજના' તરીકે મંજૂરી આપી છે, જેમાં મહિલાઓને દર મહિને ₹3000ની સહાયની જોગવાઈ છે. આ સાથે જ 1 જૂનથી રાજ્યભરમાં મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

7મું પગાર પંચ અને ધાર્મિક પ્રોજેક્ટ્સ પર મોટો નિર્ણય

બંગાળના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર આપતા મંત્રી અગ્નિમિત્રા પૉલે જણાવ્યું કે, કેબિનેટે રાજ્યમાં 7મા પગાર પંચના (7th Pay Commission) ગઠનને મંજૂરી આપી દીધી છે, જેનાથી કર્મચારીઓના વેતન અને ભથ્થા વધારવાની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત એક મહત્ત્વના નીતિગત નિર્ણય અંતર્ગત સરકારે જણાવ્યું છે કે, મદ્રેસા વિભાગ અને માહિતી-સાંસ્કૃતિક વિભાગ હેઠળ ચાલતી તમામ ધર્મ આધારિત સહાય યોજનાઓ આવતા મહિનાથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ચાલુ ધાર્મિક પ્રોજેક્ટ્સ માત્ર આ મહિનાના અંત સુધી જ ચાલુ રાખી શકાશે.

CAA અરજદારોને મળશે યોજનાનો લાભ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે મહિલાઓ પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહી છે, તેમને સીધો જ લાભ મળતો રહેશે. જે વંચિત રહી ગયા છે તેમના માટે ટૂંક સમયમાં નવું પોર્ટલ ખોલીને અરજીઓ મંગાવવામાં આવશે. સરકારે વધુમાં એક મોટો રાજકીય નિર્ણય લેતાં જાહેરાત કરી છે કે, જે લોકોએ સીએએ (CAA - નાગરિકતા સંશોધન કાયદો) માટે અરજી કરી છે અને જેમની મેટર હાલ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેમને પણ 'અન્નપૂર્ણા ભંડાર યોજના' અંતર્ગત આવરી લેવામાં આવશે. 

પ્રથમ કેબિનેટ બેઠકના 5 મહત્ત્વના નિર્ણયો 

નવી સરકારે પોતાની પ્રથમ બેઠકમાં પણ કેટલાક મોટા ફેરફારો કર્યા હતા, જે નીચે મુજબ છે

આયુષ્માન ભારત: રાજ્યમાં કેન્દ્ર સરકારની 'આયુષ્માન ભારત યોજના'ને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

અધિકારીઓની ટ્રેનિંગ: બંગાળના IAS અને IPS અધિકારીઓને કેન્દ્રીય તાલીમ(Central Training)માં ભાગ લેવાની મંજૂરી અપાઈ.

BNS નો અમલ: રાજ્યમાં નવી 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) સત્તાવાર રીતે લાગુ કરી દેવાઈ છે.

BSF ને જમીન ટ્રાન્સફર: સરહદી વિસ્તારોમાં દેશની સુરક્ષા કાજે 45 દિવસની અંદર BSFને જમીન ટ્રાન્સફર કરવાનું કામ શરૂ કરાયું.

શહીદ કાર્યકરોને વળતર: અગાઉની રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા ભાજપના 321 કાર્યકરોના પરિવારોની સંપૂર્ણ આર્થિક જવાબદારી નવી સરકાર ઉઠાવશે.