India

સુપ્રીમે જ્ઞાનેશ કુમાર સામેની વિપક્ષની અરજીમાં ફી સહિત 14 ખામીઓ કાઢી

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે. સુપ્રીમ રજિસ્ટ્રીએ પિટિશનમાં 14 ભૂલો કાઢી, જેમાં રૂ. 220 કોર્ટ ફી ઓછી ભરાઈ હોવાનું જણાયું. ખડગેના ઓળખપત્રની કોપી ઝાંખી હોવા સાથે, 9 નેતાઓએ સહી પણ નથી કરી. CJIએ સુધારા બાદ સુનાવણીની ખાતરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રીમે જ્ઞાનેશ કુમાર સામેની વિપક્ષની અરજીમાં ફી સહિત 14 ખામીઓ કાઢી
  • વિપક્ષે રૂ. ૨૨૦ કોર્ટ ફી ઓછી ભરી : સુપ્રીમ
  • ખડગેના ઓળખપત્રની કોપી ઝાંખી, કેટલાકના વકીલાતનામા, નવ અરજદારોએ સહી પણ નથી કરી
  • પિટિશનમાં સુધારા કરાય પછી સુનાવણી માટે યાદીમાં સમાવેશ કરીશું : અરજદારોને સીજેઆઇની મૌખીક ખાતરી

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર સામે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે, જોકે સુપ્રીમની રજિસ્ટ્રી દ્વારા પિટિશનમાં ૧૪ જેટલી ભુલો કાઢવામાં આવી હતી, સાથે જ ૨૨૦ રૂપિયા ફી ઓછી હોવાને કારણે હાલ તેને સુનાવણીની યાદીમાં સામેલ નહોતી કરી શકાઇ. સોમવારે રેલી કાઢીને સુપ્રીમ કોર્ટ પહોંચેલા વિપક્ષના નેતાઓ દ્વારા દાખલ કરાયેલી આ પિટિશનમાં હવે સુધારા બાદ જ સુનાવણી થશે.
વિપક્ષના નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનમાં રજિસ્ટ્રી દ્વારા જે ખામીઓ કાઢવામાં આવી છે તેમાં વકાલતનામામાં કેટલાક નેતાઓની સહીનો અભાવ, ઓળખપત્રની કોપી સ્પષ્ટ ના હોવી વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ રજિસ્ટ્રીએ સવાલ ઉઠાવ્યો છે કે આ પિટિશનમાં ચૂંટણી કમિશનરોને વ્યક્તિગત રીતે કેમ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
રજિસ્ટ્રીએ જે પણ ખામીઓ કાઢી છે તેમાં વકાલતનામા સાથે જોડાયેલા મામલા વધુ છે. અરજદારોની સંખ્યા ત્રણથી લઇને સાત સુધી વકાલતનામા દાખલ નથી કરાયા. જ્યારે નેતાઓની સહી પણ નથી.
આ નેતાઓમાં અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી. રાજા, સંજય રાઉત સહિત સહિત આશરે નવ નેતાઓનો સમાવેશ થાય છે.સુપ્રીમ કોર્ટની વેબસાઇટ મુજબ રજિસ્ટ્રીએ જે પણ ખામીઓ શોધી છે તેમાં પિટિશન દાખલ કરવા માટે જે કોર્ટ ફી ભરવાની હોય છે તેમાં રૂ. ૨૨૦ ઓછા આપવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓળખપત્રની જે કોપી રજુ કરાઇ છે તે ઝાંખી છે.
મંગળવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સમક્ષ આ પિટિશનની સુનાવણીનો મુદ્દો ઉઠાવાયો હતો, જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જે પણ ખામીઓ છે તેને સુધારવામાં આવે પછી અમે સુનાવણી કરીશું. આ પિટિશનમાં રાહુલ ગાંધી પણ પક્ષકાર છે.