‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન

Maharashtra News : દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈએ બુધવારે મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલય પરિસરમાં આયોજિત એક પ્રોજેક્ટના આરંભ સમારોહમાં સંબોધન કરતી વખતે કહ્યું કે, ‘લોકશાહીના તમામ અંગો ‘કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને વિધાયિકા’ દેશના નાગરિકોના કલ્યાણ માટે છે અને કોઈ પણ આ અંગોને એકબીજાથી અલગ-થલગ કરી શકે નહીં. સ્વતંત્રતા, ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો આપણા બંધારણમાં સમાવિષ્ટ છે.’
‘ન્યાયતંત્ર પાસે કોઈ તલવાર નથી’
સીજેઆઈ ગવઈએ ન્યાયતંત્રની મર્યાદાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, ‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની. જ્યાં સુધી કાર્યપાલિકા તેમાં સામેલ ન થાય, ત્યાં સુધી ન્યાયપાલિકા માટે કાયદાકીય શિક્ષણની સાથે-સાથે ન્યાયપાલિકાને પર્યાપ્ત મૂળભૂત માળખું પ્રદાન કરવું મુશ્કેલ છે.’
આ પણ વાંચો : હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર્સ, હવે બિહારનો વારો: રાહુલ ગાંધી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા
સીજેઆઈએ ન્યાયતંત્રના મૂળભૂત માળખા મામલે મહારાષ્ટ્ર સરકારની કામગીરી નિરસ હોવાના દાવાને રદીયો આપ્યો છે. તેમણે ન્યાયપાલિકાના મૂળભૂત માળખામાં હંમેશા સક્રિય રહેવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં ન્યાયપાલિકાને અપાયેલું માળખું દેશના શ્રેષ્ઠ માળખાઓમાંથી એક છે.’

