અતીક અહેમદના પુત્રના અકસ્માતનો LIVE VIDEO આવ્યો સામે, સૂમસામ રસ્તા પર ડિવાઈડર સાથે અચાનક ટક્કર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Atiq Ahmed's Son Aban's Fatal Car Crash Captured on Camera : માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદના કાર અકસ્માતનો અત્યંત ભયાનક લાઇવ વીડિયો સામે આવ્યો છે. ઝાંસીમાં બનેલી આ ઘટનામાં અબાન અને તેના એક મિત્રનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ ગોઝારો અકસ્માત અબાનની કારની પાછળ ચાલી રહેલી અન્ય એક કારના ડેશકેમ (Dashcam) કેમેરામાં કેદ થઈ ગયો હતો.
6 ઑગસ્ટે ઝાંસીમાં થયો હતો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, ગત 6 ઑગસ્ટે અતીક અહેમદનો નાનો પુત્ર અબાન અહેમદ પ્રયાગરાજથી ઝાંસી જેલમાં બંધ તેના મોટા ભાઈ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝાંસી નજીક તેની કાર ગંભીર અકસ્માતનો ભોગ બની હતી, જેમાં અબાન અને તેના મિત્રનું મોત થયું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ડેશકેમ કેમેરામાં કેદ થઈ ભયાનક ક્ષણો
પાછળ આવતી કારના ડેશકેમ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અબાનની કાર અત્યંત પૂરઝડપે આગળ વધી રહી હતી. એક ગાડીને ઓવરટેક કર્યા બાદ અચાનક કાર ડાબી તરફ વળવા લાગે છે અને કારની સ્પીડ વધારે હોવાના કારણે તે રોડની નીચે ઊતરી જાય છે.
કારનો કાબૂ છૂટ્યો અને હવામાં ઊછળી
જેવી કાર રસ્તાની નીચે ઉતરે છે કે તરત જ ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાર સીધી રોડની સાઇડમાં આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી અને હવામાં કેટલાય ફૂટ ઊંચે ઊછળીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ દૃશ્ય જોઈને પાછળ આવતી કારના ચાલકનું પણ બેલેન્સ બગડ્યું હતું અને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ 1 મિનિટના વીડિયોએ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પૂરી કહાની સ્પષ્ટ કરી દીધી છે.
અતીક અહેમદનો પરિવાર અને અત્યારની સ્થિતિ
ગુંડા-માફિયા અતીક અહેમદના કુલ પાંચ પુત્રો છે. જેમાંથી સૌથી મોટો પુત્ર ઉમર અહેમદ લખનૌ જેલમાં અને બીજો પુત્ર અલી અહેમદ ઝાંસી જેલમાં બંધ છે. ત્રીજો પુત્ર અસદ એપ્રિલ 2023માં ઝાંસીમાં જ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ચોથો પુત્ર અહઝમ બહાર છે, જ્યારે સૌથી નાના પુત્ર અબાનનું આ કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે.









