India

દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! ચિરાગ પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં CJPના આંદોલનના કારણે ઘણી ટ્રેનો રદ થતાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. સોનીપતમાં તેમણે કહ્યું કે, કોઈ કેટલી ટ્રેનો રોકી લેશે, કેટલી કનેક્ટિવિટી રોકી લેશે? ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે. CJP 10 ઑક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે, જેના પગલે પશ્ચિમ રેલવે અને ઉત્તર પશ્ચિમ રેલવેએ કુલ 18 ટ્રેનો રદ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! ચિરાગ પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે

Chirag Paswan On Train Cancellations Delhi Protest: કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને લઈને દિલ્લીમાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે 10 તારીખના CJPના આંદોલનને લઈને કહ્યુ છે કે, કોઈ કેટલી ટ્રેનો રોકી લેશે, કેટલી કનેક્ટિવિટી રોકી લેશે? પરંતુ ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે. સોનીપતમાં મીડિયાના સવાલો પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, 'આ ભારતના યુવાનો છે, તેમને કોઈ રોકી શકે નહીં પ્રભુ. જે લોકો આવા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે, તેમને હું પૂછું છું કે કોઈ કેટલી ટ્રેનો રોકી શકે છે? કેટલી કનેક્ટિવિટી રોકી શકાય છે? કેટલી સડકોને કોઈ જામ કરી દેશે? ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે, અને પેઢીઓએ આ કર્યું છે, એવામાં તેમને કોઈ રોકી શકશે નહીં.'

CJPના પ્રદર્શન પહેલાં ઘણી ટ્રેનો રદ

CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 10 ઑક્ટોબરે જંતર-મંતર પર મોટા પ્રદર્શનની યોજના બનાવી છે. પ્રદર્શનના એક દિવસ પહેલાં પશ્ચિમ રેલવેએ મુંબઈથી દિલ્હી જતી બે રાજધાની એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં શુક્રવારે ફેરફાર કર્યો છે, જ્યારે એક એક્સપ્રેસ ટ્રેન રદ કરી દીધી છે. મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12951) અને મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ(12953)ના ઉપડવાના સમયમાં 5 કલાકનો વિલંબ કરવામાં આવ્યો છે.

કઈ કઈ ટ્રેન કરાઈ રદ

આ ઉપરાંત, બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ(12247)ને રદ કરી દેવામાં આવી છે. ડૉ. આંબેડકર નગર-નવી દિલ્હી એક્સપ્રેસ (20155), ઈન્દોર-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ (09309), ઈન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ (12415) અને સાબરમતી-નવી દિલ્હી એક્સપ્રેસ(12957)ને પણ કેન્સલ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પશ્ચિમ રેલવેએ 9 અને 10 ઑક્ટોબરે 13 ટ્રેનો રદ કરી છે. આ સાથે દિલ્હીમાં 10 ઑક્ટોબરના વિરોધ પ્રદર્શન પહેલાં જમ્મુ મંડળની 4 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.