India

સેશેલ્સમાં દુનિયાના સૌથી વૃદ્ધ કાચબા 'જોનાથન'ને નિહાળશે PM મોદી, નેશનલ ડેની ઉજવણીમાં પણ થશે સામેલ

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદી શનિવારથી હિંદ મહાસાગરના સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે છે. રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારી રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જુબિલીમાં તેઓ મુખ્ય અતિથિ છે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ PM મોદીની 194 વર્ષીય 'જોનાથન' નામના સૌથી વૃદ્ધ કાચબા સાથેની મુલાકાત છે, જે વિશ્વ રેકોર્ડ ધરાવે છે. આ મુલાકાત પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેશેલ્સમાં દુનિયાના સૌથી વૃદ્ધ કાચબા 'જોનાથન'ને નિહાળશે PM મોદી, નેશનલ ડેની ઉજવણીમાં પણ થશે સામેલ
(IMAGE - IANS)

PM Modi Seychelles visit: પીએમ મોદી શનિવારથી હિંદ મહાસાગરમાં આવેલા દ્વીપસમૂહ દેશ સેશેલ્સની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. ભારત અને સેશેલ્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જુબિલી ઉજવણીમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પોતાની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન એક અનોખા અને ખાસ કાર્યક્રમ સાથે પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દુનિયાના સૌથી વયસ્ક જીવ 'જોનાથન' સાથે મુલાકાત

આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ પીએમ મોદીની 'જોનાથન' સાથેની મુલાકાત રહેશે. જોનાથન એક અલ્ડાબ્રા જાયન્ટ કાચબો છે, જેની ઉંમર અંદાજે 194 વર્ષ છે. સેશેલ્સ નેશનલ બોટનિકલ ગાર્ડન્સમાં રહેતા જોનાથનના નામે વિશ્વના સૌથી વૃદ્ધ જીવતા ભૂમિચર પ્રાણી તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. જોકે તેની ચોક્કસ ઉંમરની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તે પોતાની પ્રજાતિના સરેરાશ આયુષ્ય કરતાં ઘણું લાંબું જીવ્યો છે. આ અનોખી મુલાકાત ભારત અને સેશેલ્સ બંને દેશોની પ્રાથમિકતા સમાન પર્યાવરણ સંરક્ષણ, વારસો અને ટકાઉપણું (સસ્ટેનેબિલિટી)ના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે.

ગ્લોબલ સાઉથ અને ભારત-સેશેલ્સ સંબંધોનું મહત્ત્વ

આ મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સેશેલ્સને ભારતનો એક મહત્ત્વનો દરિયાઈ પાડોશી ગણાવ્યો છે. તેમણે લખ્યું કે, સેશેલ્સ આપણી 'વિઝન મહાસાગર' (MAHASAGAR) નીતિ અને ગ્લોબલ સાઉથના હિતોને આગળ વધારવામાં એક મુખ્ય ભાગીદાર છે. પીએમ મોદીએ સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીને પોતાના મિત્ર ગણાવતા તેમની સાથેની આગામી દ્વિપક્ષીય ચર્ચાઓ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.