India

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા

By GS Team
16 May 20262 mins read
TukuTouch Logo
સમાજવાદી પાર્ટી (SP)ના કદાવર નેતા આઝમ ખાનને 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) વિરૂદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલામાં રામપુરની વિશેષ MP-MLA કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અદાલતે આ કેસમાં આઝમ ખાનને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે જ ₹5000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની  સજા

SP Leader Azam Khan Sentenced to 2 Years | સમાજવાદી પાર્ટી (SP)ના કદાવર નેતા આઝમ ખાનને 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) વિરૂદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલામાં રામપુરની વિશેષ MP-MLA કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અદાલતે આ કેસમાં આઝમ ખાનને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે જ ₹5000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

શું હતું આઝમ ખાનનું વિવાદાસ્પદ નિવેદન?

આ સમગ્ર મામલો 2019ની સામાન્ય ચૂંટણી વખતનો છે, જ્યારે રામપુરના ભોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આઝમ ખાને તત્કાલીન કલેક્ટરને નિશાને લીધા હતા. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, "બધા ડટેલા રહો, આ કલેક્ટર-ફલેક્ટરથી ડરવાની જરૂર નથી. આ તો નોકરિયાત (પગારદાર) છે અને પગારદારોથી ડરવાનું ન હોય. માયાવતીના ઘણા એવા ફોટા જોયા છે જેમાં મોટા-મોટા અફસરો રૂમાલ કાઢીને તેમના જૂતા સાફ કરતા હોય છે. અમારે તેમની સાથે જ ગઠબંધન છે, અલ્લાહે ચાહ્યું તો આ લોકો પાસે જ તેમના જૂતા સાફ કરાવીશ."

કોર્ટે ગવાહો અને પુરાવાના આધારે સંભળાવી સજા

આઝમ ખાનના આ નિવેદન બાદ વહીવટી અધિકારીઓ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આક્ષેપ હતો કે જાહેર મંચ પરથી કરાયેલી આવી ટિપ્પણીથી વહીવટી તંત્રની ગરિમાને ઠેસ પહોંચી છે અને ચૂંટણી આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. પોલીસે તપાસ પૂરી કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી સુનાવણી અને અભિયોજન પક્ષ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓ તેમજ ગવાહોના નિવેદનોને આધારે કોર્ટે આઝમ ખાનને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવી આ સજા સંભળાવી છે.

રાજકીય વર્તુળોમાં આ ચુકાદાની ભારે ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે આઝમ ખાન પહેલાથી જ અનેક કાનૂની વિવાદો અને કેસોનો સામનો કરી રહ્યા છે, તેવામાં કોર્ટનો આ નવો નિર્ણય તેમના માટે વધુ એક મોટો કાનૂની ફટકો સાબિત થયો છે.