'ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક', સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ
Image: IANS |
Sonia Gandhi on Gaza Genocide: કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા દળ (IDF) દ્વારા લગાવવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાંની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ નાકાબંધીએ ગાઝાની સ્થિતિ વધુ ભયાનક બનાવી દીધી છે, જ્યાં લોકો જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યા છે.
ગાઝામાં મરતાં લોકો અંગે સોનિયા ગાંધીની ચિંતા
સોનિયા ગાંધીએ એક પ્રતિષ્ઠિત અખબારમાં પોતાના લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, 'આ નાકાબંધીને માનવતાની વિરોધમાં એક જઘન્ય અપરાધ કરાર કરી દેવો જોઈએ અને આ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ. ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા દળોએ ન ફક્ત સૈન્ય અભિયાન તેજ કર્યા છે, પરંતુ દવા, ભોજન અને ઇંધણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને જાણીજોઈને અવરોધી રહ્યા છે. આ ક્રૂર વ્યૂહનીતિએ ગાઝામાં રહેતા લોકોને ભૂખ, બીમારી અને અભાવની અણીએ લાવીને ઊભા કરી દીધા છે.'
આ પણ વાંચોઃ ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસામત: બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત
માળખાકીય સુવિધાઓનો નાશ કર્યો
તેમણે પોતાના લેખમાં લખ્યું કે, 'નાકાબંધીએ ગાઝામાં માળાખાગત સુવિધાઓને નષ્ટ કરી દીધી છે અને સામાન્ય નાગરિકોનો બેરોકટોક નરસંહાર કરી માનવ નિર્મિત દુર્ઘટનાને જન્મ આપવામાં આવ્યો છે. આ નાકાબંધી ન ફક્ત ગાઝાના લોકોને મૂળભૂત સુવિધાઓથી વંચિત કરે છે, પરંતુ તેમનો જીવિત રહેવાનો અધિકાર પણ છીનવે છે. હૉસ્પિટલોમાં દવાઓની કમી, ભોજન ન પહોંચવું અને ઇંધણની ખોટે લાખો લોકોને જીવન અન મોત વચ્ચે ઝઝૂમવા માટે મજબૂર કરી દીધા છે. આ ભૂખથી મારવાની વ્યૂહનીતિ માનવતાની વિરુદ્ધ કરવામાં આવતો અપરાધ છે.
આ પણ વાંચોઃ ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ
વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર
આ સિવાય સોનિયા ગાંધીએ ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ વચ્ચે ભારતની ભૂમિકા પર પણ સવાલ કર્યા. સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, ઇઝરાયલ દ્વારા ગાઝાના લોકો પર કરવામાં આવતા અત્યાચારો પર વડાપ્રધાન મોદીનું શરમજનક મૌન નિરાશાજનક છે. હવે સમય આવી ગયો છે કે, તેમણે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં એ વિરાસત તરફથી અવાજ ઉઠાવવો જોઈએ, જેનું હંમેશાથી ભારતે પ્રતિનિધિત્વ કર્યું છે.