'સોનમે મારા દીકરાને આપી હતી કાળી ઢિંગલી', રાજા રઘુવંશીની માતાનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raja Raghuvanshi Murder Case:રાજા રઘુવંશીની માં ઉમા રઘુવંશી ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, મારે ન્યાય જોઈએ છે. આજ લગભગ એક મહિનો થવા આવ્યો છે. અમે તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. ઘરના લોકોએ રાજાને જમાડ્યું છે. અમે તેને ભોગ ધરાવ્યો. માતાએ રડતા રડતા કહ્યું કે, અમે તેના માટે ન્યાય માગીએ છીએ. જે લોકોના બાળક સાથે અન્યાય કર્યો છે, ભગવાન તેની સાથે અન્યાય કરે.'
'તેઓ ઉજ્જૈનથી કાળી ઢીંગલી લાવ્યા હતા'
રાજાની માતાએ કહ્યું, 'સોનમ અને રાજા ઉજ્જૈન ગયા હતા. તેઓ મહાકાલ મંદિર ગયા હતા. ત્યાંથી બંને ભૈરો મંદિર ગયા હતા. બંનેએ ત્યાથી કાળી ઢીંગલી ખરીદીને લાવ્યા હતા. તે સોનમે રાજાને આપી હતી. રાજાએ કહ્યું કે, મમ્મી તે લટકાવવા માટે આપી હતી. મેં પૂછ્યું કે, તેને કેમ લટકાવે છે, ત્યારે તેણે કહ્યું કે તેનાથી ખરાબ નજર નથી લાગતી.'
'સોનમ ક્યાંય પણ કંઈ પણ કરી શકતી હતી'
ઉમા રઘુવંશીએ કહ્યું, 'એવી શંકા છે કે, સોનમ ક્યાંય પણ કંઈ પણ કરાવી શકતી હતી. જો મારો દીકરો તે દિવસે એકલો ગયો હોત, તો તે કોઈ અકસ્માત સર્જાયો હોત. તે કોઈ પણ બહાને કારમાંથી બહાર નીકળી શકતી હતી. સોનમ મંદિર ગઈ હતી, તેણે શું કર્યું કે શું ન કર્યું તે તો માત્ર એજ જાણે છે. પાછળથી કોણે હુમલો કરાવ્યો છે? જ્યારે તેણે લગ્નના સાત ફેરા લીધા, ત્યારે શું લગ્ન કરાવનારા પંડિતજીએ બધી પ્રતિજ્ઞાઓ રાજાને લેવડાવી હતી ? ફોટો અને વિડીયોમાં બધું જ દેખાય છે. મને સોનમ નામથી ડર લાગી ગયો છે, હું ખૂબ ડરી ગઈ છું. સોનમ નામથી હવે મને દરેક જગ્યાએ ડર લાગે છે. હું કહીશ કે, સોનમ નામની છોકરી સાથે તમારા દિકરાના ક્યારેય લગ્ન ન કરાવશો. જો તમને બાળક જન્મે તો ક્યારેય તેનું નામ સોનમ ન રાખશો.'
તો પંડિત અજય દુબેએ કહ્યું, 'આ કેસમાં જે ગુનેગાર છે તેને સજા મળશે. કાયદો આવા લોકોને નહીં છોડે. પ્રાર્થના એ છે કે, દરેક લોકોએ એકવાર કુંડલી બતાવતા રહેવું જોઈએ, જેથી આગળની સમજણ પડે, અને આવી ઘટનાઓ ન બને. ધીરે ધીરે તેમાં દરેક સત્ય હકીકત બહાર આવશે. '









