India

ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ

By GS Team
12 Jun 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી (Final Voter List) માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)નું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ

Smriti Irani Amethi Voter List Missing 2026 : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી(Final Voter List)માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)નું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.

મળતી વિગતો અનુસાર, સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2021માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં 11 વીઘા જમીન ખરીદી હતી. ત્યારબાદ 29 જુલાઈ 2021 ના રોજ તેમના પુત્ર જોહર ઈરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્યો હતો. ઘર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ 22 ફેબ્રુઆરી 2024ના રોજ તેમણે ગૃહપ્રવેશ કર્યો હતો. આ નવા ઘરના આધારે જ તેમનું નામ ગામના 'લીલા ટિકરા' બૂથની મતદાતા યાદીમાં નોંધાયું હતું, અને તેમણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ જ બૂથ પર મતદાન પણ કર્યું હતું. આ પહેલાં તેઓ મુંબઈ ઉત્તર-પશ્ચિમ સંસદીય ક્ષેત્રના મતદાતા હતા.

પંચાયત યાદીમાં નામ કેમ નથી? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની સ્પષ્ટતા

આ સમગ્ર વિવાદ અંગે અમેઠીના જિલ્લાધિકારી (DM) સંજય ચૌહાણે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું કે, 'પંચાયત ચૂંટણીની મતદાતા યાદીમાં નામ સામેલ કરાવવા માટે સામાન્ય ચૂંટણી કરતાં અલગથી નિયમ મુજબનું અરજીપત્રક ભરવું પડે છે. પ્રશાસન દ્વારા અત્યારે આ મામલે કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે, અને જૂના રૅકોર્ડ્સની ચકાસણી ચાલુ છે. અમે એ વાતની તપાસ કરાવી રહ્યા છીએ કે, પંચાયત ચૂંટણી માટેનું જરૂરી અરજીપત્રક સમયસર જમા કરવામાં આવ્યું હતું કે નહીં. જો સત્તાવાર તપાસમાં અરજી મળી આવશે, તો નિયમાનુસાર તેમનું નામ પંચાયતની મતદાતા યાદીમાં તાત્કાલિક ઉમેરી દેવામાં આવશે. તપાસ અહેવાલ આવ્યા બાદ જ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.'

10 જૂને જાહેર થયું છે યુપી પંચાયતનું ફાઇનલ વોટર લિસ્ટ

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણી માટેની આખરી મતદાતા યાદી 10 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી અનુસાર, ઉત્તર પ્રદેશમાં હવે પંચાયત ચૂંટણીના કુલ મતદાતાઓની સંખ્યા 12 કરોડ 58 લાખ 51 હજાર 570 (12,58,51,570) પર પહોંચી ગઈ છે. વર્ષ 2021માં આ સંખ્યા 12 કરોડ 29 લાખ 50  હજાર 052 (12,29,50,052) હતી, જેની સરખામણીએ આ વર્ષે 29 લાખ 01 હજાર 518 (29,01,518) મતદારોનો મોટો વધારો નોંધાયો છે. ચૂંટણી પંચના વિશેષ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ વખતે 2 કરોડ 32 લાખ 24  હજાર 805 (2,32,24,805) નવા નામ ઉમેરવામાં આવ્યા છે, જ્યારે મૃત્યુ પામેલા કે અપાત્ર એવા 2 કરોડ 03 લાખ 23 હજાર 287 (2,03,23,287) નામો યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.