For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કટોકટી જાહેર કરવા બદલ અમેરિકાના 16 રાજ્યોએ ટ્રમ્પ સામે કેસ દાખલ કર્યો

ડેમોક્રેટ ઉપરાંત સ્વયં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના સાંસદોએ પણ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરી

દિવાલ માટે 5.7 અબજ ડોલર મેળવવા ટ્રમ્પે જાહેર કરેલી ઇમરજન્સી

Updated: Feb 19th, 2019


વોશિંગ્ટન, તા. ૧૯Article Content Image

અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત બાદ વિપક્ષી ડેમોક્રેટની સાથે સંઘીય રાજ્યોએ પણ ટ્રમ્પ વહીવટી તંત્રનો વિરોધ કરી રહ્યાં છે. અમેરિકાના ૧૬ રાજ્યોએ ટ્રમ્પ વહીવટી તંત્રના આ નિર્ણયની વિરુદ્ધ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યા છે. 

આ રાજ્યોએ ફેડરલ કોર્ટમાં દલીલ કરી છે કે મેક્સિકો-અમેરિકા સરહદે દિવાલનું નિર્માણ કરવા માટે ભંડોળ એેકત્ર કરવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓ પણ કટોકટીના નિર્ણયની વિરુદ્ધ છે. 

કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં દાખલ કેસમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ બંધારણની ન્યાયિક પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના બંધારણમાં જાહેર ભંડોળ પર કોંગ્રેસનું નિયંત્રણ છે. 

ફેડરલ કોર્ટમાં જનારા રાજ્યોમાં કેલિફોર્નિયા, કોલોરાડો,કનેક્ટિકટ, ડેલાવેયર, હવાઇ, ઇલિનોઇસ, મેન, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, નેવાદા, ન્યૂજર્સી, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક, ઓરેગન અને વર્જિનિયાનો સમાવેશ થાય છે. 

રાજ્યોના આ નિર્ણયની જાહેરાત પહેલા કેલિફોર્નિયાના એટર્ની જનરલ ઝેવિયર બેસેરાએ જણાવ્યું હતું કે રાજ્યોનો કાયદાકીય વલણ ખૂબ જ મજબૂત છે. તેમણે જણાવ્યું હતું કે દિવાલના નિર્માણ પર આટલી મોટી રકમ ખર્ચ કરવાને કારણે દેશની સૈન્ય પરિયોજનાઓ, ઇમરજન્સી સહાયતા સહિતના અન્ય કાર્યો માટે નાણાની અછત ઉભી થઇ શકે છે. 

બીજી તરફ સ્વયં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનમાં પણ કેટલાક નેતાઓ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે ટ્રમ્પના આ નિર્ણયને કારણે દેશમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે અને લોકો વ્યાકુળ છે.

Gujarat