Get The App

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ 1 - image


Encounter In Mohali, Punjab: પંજાબના મોહાલીમાં પોલીસ અને અસામાજિક તત્ત્વો વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં મોહાલીના લાલડ્રમાં લહલી પાસે પોલીસ એન્કાઉન્ટરમાં હત્યા કેસમાં સામેલ શૂટરને ઠાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે બે પોલીસકર્મીને પણ ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા, પ્રખ્યાત કબડ્ડી પ્રમોટર અને ખેલાડી કુંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બલાચૌરિયાની સોમવારે સાંજે મોહાલીના સોહાનાના સેક્ટર 82માં એક મેદાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસને લઈને પોલીસ હુમલાખોરોની શોધ કરી રહી હતી. 

કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ

મોહાલીમાં એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) ​એ લાલડ્રમાં લહલી નજીક એન્કાઉન્ટર દરમિયાન એક ગુનેગારને ઠાર માર્યો છે. એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારીઓને પણ ગોળી વાગી હતી. ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. ગોળીબાર કરનારની ઓળખ હરપિંદર સિંહ તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી હરપિંદર સિંહે રાણા બાલાચૌરિયાની હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસ અધિકારીઓ ટૂંક સમયમાં આ અંગે સંપૂર્ણ માહિતી શેર કરશે.

રાણા બલાચૌરિયાની હત્યાના મામલમાં અમૃતસર પોલીસે આરોપી કરણની ધરપકડ કરી છે. આ ઉપરાંત, પોલીસે નિર્મલજીત અને મંદીપને ઝડપી પાડવામાં આવ્યો છે. એન્કાઉન્ટર પછી ત્રણેયની ધરપકડ કરી છે. જેમાંથી એકને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન 15 ડિસેમ્બર અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પંજાબ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી

રાણા બલાચૌરિયા પર થયો હતો હુમલો

બેદવાન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલી રહેલા કબડ્ડી ટુર્નામેન્ટના પ્રમોટર રાણા બલાચૌરિયા પર જ હુમલો થયો હતો. આ હુમલા અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, હુમલાખોરે સીધા રાણા બલાચૌરિયાને નિશાન બનાવતા ગોળીબાર કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જતા સમયે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો હતો, આ સમયે મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા જ DSP હરસિંહ બલ્લ ઘટના સ્થળે પહોંચ્યા અને ખુદ ઘાયલ રાણા બલાચૌરિયાને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં રાણા બલાચૌરીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

Tags :