India

યુપી ચૂંટણીમાં BJPનું ટેન્શન વધારશે શિંદેની શિવસેના! ગઠબંધન નહીં થાય તો 35 બેઠકો પર ઉતારશે ઉમેદવાર

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે. પ્રયાગરાજમાં રાષ્ટ્રીય સચિવ કેપ્ટન અભિજીત અડસૂળે જણાવ્યું કે, શિવસેના 35 બેઠકો પર હિન્દુત્વના એજન્ડા સાથે ચૂંટણી લડવાની યોજના ધરાવે છે. ભાજપ સાથે ગઠબંધન પ્રાથમિકતા છે, પરંતુ જો સમજૂતી નહીં થાય તો એકલા હાથે ચૂંટણી લડવાનો વિકલ્પ ખુલ્લો રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપી ચૂંટણીમાં BJPનું ટેન્શન વધારશે શિંદેની શિવસેના! ગઠબંધન નહીં થાય તો 35 બેઠકો પર ઉતારશે ઉમેદવાર

Eknath Shinde Shiv Sena UP Elections 35 Seats Plan: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પણ પોતાની ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રયાગરાજ પહોંચેલા શિવસેનાના રાષ્ટ્રીય સચિવ કેપ્ટન અભિજીત અડસૂળે જાણકારી આપતા જણાવ્યું છે કે પાર્ટીએ રાજ્યની 35 વિધાનસભા બેઠકો ચિહ્નિત કરી છે, જ્યાં પોતાના ઉમેદવારો ઉતારવાની યોજના બનાવવામાં આવી રહી છે.

હિન્દુત્વના એજન્ડા પર ચૂંટણી લડશે શિવસેના

મથુરા મુદ્દે નિવેદન: પ્રયાગરાજમાં મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન અભિજીત અડસૂળે જણાવ્યું કે શિવસેના ઉત્તર પ્રદેશમાં હિન્દુત્વના મુદ્દાને લઈને જનતા વચ્ચે જશે અને આ જ એજન્ડાના આધારે 35 બેઠકો નક્કી કરીને સંગઠન મજબૂત કરવાની તૈયારી ચાલી રહી છે. મથુરાના મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે 'મથુરા ભાજપનો મુદ્દો છે, જ્યારે શિવસેનાનો મુદ્દો હિન્દુત્વ છે.' તેમણે ઉમેર્યું કે ભાજપ અને શિવસેના અલગ-અલગ રાજકીય પક્ષો છે, અને બંનેની પોતાની રાજકીય પ્રાથમિકતાઓ છે.

યુપીમાં પણ BJP સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ

સહમતિ ન સધાય તો એકલા લડવાનો વિકલ્પ ખુલ્લો: અડસૂળના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી રહી છે, અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી એ પાર્ટીની પ્રથમ પ્રાથમિકતા છે. જોકે, જો બેઠકોની વહેંચણી મુદ્દે સહમતિ નહીં બને તો શિવસેના પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં ઉતરવાનો વિકલ્પ ખુલ્લો રાખશે. હાલ પાર્ટીએ 35 બેઠકો ચિહ્નિત કરી છે, પરંતુ અંતિમ બેઠકો અને ઉમેદવારો અંગેનો નિર્ણય આગામી રાજકીય વાતચીત બાદ લેવામાં આવશે.