For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોશમાં હોશ ખોઈ ના બેસો: પુલવામા એટેક વિશે શત્રુધ્ન સિન્હાની પ્રતિક્રિયા

Updated: Feb 19th, 2019

જોશમાં હોશ ખોઈ ના બેસો: પુલવામા એટેક વિશે શત્રુધ્ન સિન્હાની પ્રતિક્રિયાનવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાથી ચિંતિત અને વિચલિત સાંસદ શત્રુધ્ન સિન્હાએ ઝડપી જવાબી કાર્યવાહી પ્રત્યે ચેતવણી આપી છે. શત્રુધ્નએ કહ્યુ કે જોશમાં ક્યારેય પોતાનો હોશ ખોઈ ના બેસો. હું જાણુ છુ કે પુલવામામાં જે પણ થયુ, તે બાદ રોષ ફેલાઈ ગયો છે. આ કાયરતાનું બેશર્મીભર્યુ કૃત્ય છે.

શત્રુધ્ન સિન્હાએ ચેતવણી આપી કે અમારા માનનીય વડાપ્રધાને અમને હિંસાના આ ઉન્માદી કૃત્યને જડબાતોડ જવાબ આપવાનું વચન આપ્યુ છે. આપણે ગુસ્સામાં આવીને જવાબ આપવો જોઈએ નહીં. આપણે તમામ ભારતીય ઈજાગ્રસ્ત છીએ. આપણે કંઈક કરતા પહેલા પોતાના પગલા વિશે ઉંડાણપૂર્વક વિચારવુ જોઈએ. 

પુલવામા હુમલા પર પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની ટીકા પર પ્રત્યક્ષરીતે બોલવા પર ઈન્કાર કરતા શત્રુધ્નએ રાજનેતાઓને આ પ્રકારે નિવેદન આપવા પ્રત્યે ચેતવ્યા છે. તેમણે કહ્યુ કે કોઈને પણ કંઈક કહેવાને લઈને સાવધાની વર્તવાની જરૂર નથી. ભારતીય જનતા અમનપસંદ અવાજો સંભળાવવા ઈચ્છતી નથી. ભારત અત્યારે ખૂબ ગુસ્સામાં છે.

Gujarat