Get The App

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: શશી થરૂરે કેમ કહ્યું કે વિપક્ષનો પરાજય નિશ્ચિત?

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: શશી થરૂરે કેમ કહ્યું કે વિપક્ષનો પરાજય નિશ્ચિત? 1 - image


Vice Presidential Election: ભારતના આવનારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બર 2025ના દિવસે થશે. આ જાહેરાત ચૂંટણી પંચે ગુરૂવારે કરી હતી. આ સાથે જ એ પણ સ્પષ્ટતા કરી કે, ચૂંટણી મંડળની રચના પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે કોંગ્રેસી સાંસદ અને વરિષ્ઠ નેતા શશી થરૂરે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણમાં વિપક્ષની હારને પહેલાંથી નક્કી માનતા કહ્યું કે, સત્તાધારી દળ દ્વારા જે ઉમેદવાર બનાવવામાં આવશે તે જ ઉપરાષ્ટ્રપતિ બનશે.

આ પણ વાંચોઃ 'કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યું....' દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ

શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં થરૂરે કહ્યું કે, 'કોઈ અંદાજો નથી કે, આવનારા ઉપરાષ્ટ્રપતિ કોણ હશે. પરંતુ, એ નક્કી છે કે, જે પણ થશે તે સત્તાધારી પાર્ટી દ્વારા નામાંકિત કરેલી વ્યક્તિ જ હશે. કારણ કે, આ ચૂંટણી ફક્ત લોકસભા અને રાજ્યસભાના સભ્ય મળીને કરે છે, અને અમે પહેલાંથી જ જાણીએ છીએ કે, બહુમત કોની પાસે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની તુલનામાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ નથી લેતી, તેથી પરિણામ લગભગ નક્કી છે.'

જગદીપ ધનખડે આપ્યું રાજીનામું

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓગસ્ટ, 2022માં પદભાર સંભાળ્યું હતું. તેમણે 21 જુલાઈ, 2025ના દિવસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાંનું કારણ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફને જણાવ્યું. તેમનો કાર્યકાળ સત્તાવાર રીતે ઓગસ્ટ, 2027એ પૂર્ણ થવાનો હતો. પરંતુ, આશરે બે વર્ષ પહેલાં જ તેમણે પદ છોડી દીધું.

આ પણ વાંચોઃ તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ 66 હેઠળ થાય છે. આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરે છે. મતદાન ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. તે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે. ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ચૂંટણી માટે સૂચના જાહેર કરતાની સાથે જ મતદાર યાદીની અંતિમ નકલ જાહેર કરવામાં આવશે, જે પંચના કાર્યાલયમાંથી ખરીદી શકાય છે.

2024ની લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી હતી અને રાજ્યસભામાં પણ તેમનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે NDA ઉમેદવાર સરળતાથી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે. જોકે હજુ સુધી કોઈ પણ પક્ષે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, હજુ ઉપરાષ્ટ્રપતિના નામો પર વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે અને ઓગસ્ટના મધ્ય સુધીમાં ઉમેદવારની જાહેરાત થઈ શકે છે.

Tags :