India

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરુરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન

By GS TEAM
1 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ’ ગણાવી હતી. હવે ટ્રમ્પના ‘ડેડ’ નિવેદનને લઈને કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્રમ્પની તરફેણ કરી છે, તો કોંગ્રેસના જ અનેક સાંસદો ટ્રમ્પની નીતિની ટીકા કરી છે. એટલું જ નહીં પાર્ટીની ટોચના નેતાઓ પણ યુએસ નીતિનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસ સાંસદ શશિ થરુર પણ સામેલ છે. ટ્રમ્પે ભારત-રશિયાની અર્થવ્યવસ્થાને ‘મૃત’ કહ્યા બાદ શશિ થરુરે પ્રતિક્રિયા આપી છે. તેમણે આજે (1 ઑગસ્ટ) સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે, ‘આવું કંઈપણ નથી અને આપણે બધા જાણીએ છીએ કે, આવું કશું નથી.’

Summarized by AI; it may make mistakes. Check important info

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરુરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન

Congress MPs On Trump's Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ’ ગણાવી હતી. હવે ટ્રમ્પના ‘ડેડ’ નિવેદનને લઈને કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્રમ્પની તરફેણ કરી છે, તો કોંગ્રેસના જ અનેક સાંસદો ટ્રમ્પની નીતિની ટીકા કરી છે. એટલું જ નહીં પાર્ટીની ટોચના નેતાઓ પણ યુએસ નીતિનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસ સાંસદ શશિ થરુર પણ સામેલ છે. ટ્રમ્પે ભારત-રશિયાની અર્થવ્યવસ્થાને ‘મૃત’ કહ્યા બાદ શશિ થરુરે પ્રતિક્રિયા આપી છે. તેમણે આજે (1 ઑગસ્ટ) સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે, ‘આવું કંઈપણ નથી અને આપણે બધા જાણીએ છીએ કે, આવું કશું નથી.’

અમેરિકાની માગણીઓ સંપૂર્ણપણે ગેરવાજબી : શશિ થરુર

આ ઉપરાંત શશિ થરુરે ગઈકાલે કહ્યું હતું કે, ‘અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ચર્ચાઓ ચાલી હોવા છતાં અમેરિકાનું ભારત પર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદવાનો નિર્ણય તદ્દન અયોગ્ય છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ તે આપણી ઉપર 100 ટકા પેનલ્ટી લાદી શકે છે. જે રીતે ટ્રમ્પ વાત કરી રહ્યા છે, બારગેનિંગ ટેક્ટિસ પણ થઈ શકે છે. જો આટલો બધો ટેરિફ લાદવામાં આવશે, તો આપણો વેપાર બરબાદ થઈ જશે. આપણી જીડીપી પર અસર થશે. અમેરિકાની વ્યાપારિક માગ સંપૂર્ણપણે અયોગ્ય છે. અમે ઘણા દેશો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમેરિકા એકમાત્ર નથી. અમારી EU સાથે વાટાઘાટો ચાલુ છે, હાલમાં જ યુકે સાથે કરાર કર્યો છે, અને અન્ય દેશો સાથે પણ વાત કરી રહ્યા છીએ. જો આપણે અમેરિકામાં સ્પર્ધા ન કરી શકીએ, તો આપણે અમેરિકાની બહાર બજાર શોધવું પડશે. આપણી પાસે વિકલ્પો નથી. અમેરિકાની માગણીઓ સંપૂર્ણપણે ગેરવાજબી છે, જેથી બીજું માર્કેટ શોધવું પડશે. આ ભારતની તાકાત છે; આપણે ચીનની જેમ સંપૂર્ણપણે નિકાસ-આધારિત અર્થતંત્ર નથી. આપણી પાસે એક સારું અને મજબૂત સ્થાનિક બજાર છે. શક્ય શ્રેષ્ઠ ડીલ કરવા માટે આપણે આપણી ટીમને મજબૂત ટેકો આપવો જોઈએ. જો સારી ડીલ શક્ય ન હોય, તો આપણે તેનાથી દૂર થઈ જવું પડશે.’

આ પણ વાંચો : કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો

ટ્રમ્પે શું કહ્યું હતું ?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે, ‘ભારત રશિયા સાથે શું કરે છે, તેનાથી મને કોઈ વાંધો નથી. તેઓ ઇચ્છે તો પોતાની ‘ડેડ ઈકોનોમી’ સાથે લઈને ડૂબે. આપણો ભારત સાથેનો વેપાર ગણો ઓછો છે, કારણ કે તેઓ વધુ ટેરિફ લે છે, વિશ્વમાં સૌથી વધુ... અમેરિકા અને રશિયા વચ્ચે વેપાર પણ ન બરાબર છે.’

રાહુલ ગાંધીએ ટ્રમ્પને આપ્યું સમર્થન

લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પીએમ મોદી અને નાણા મંત્રી પર પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ અર્થાત્ મૃત ગણાવ્યું હતું. જેના પર સવાલ પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો હતો કે, 'હા, ભારતનું અર્થતંત્ર મૃત છે. વિશ્વમાં તમામ લોકો આ બાબત જાણે છે, માત્ર પીએમ મોદી અને નાણા મંત્રી જ નથી જાણતા. આ તદ્દન સત્ય છે. પરંતુ ભારત સરકાર તેનો સ્વીકાર કરશે નહીં.'

આ પણ વાંચો : કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે આપ્યો જવાબ