કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ
US-India Tariffs : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર 25 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી, ત્યાર અમેરિકન વિદેશ મંત્રીએ આજે (1 ઑગસ્ટ) ટ્રમ્પની ભારત પ્રત્યેની નારાજગી મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે, અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને રશિયા તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં કરી રહ્યો છે.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદતું હોવાથી ટ્રમ્પ નારાજ : અમેરિકન વિદેશ મંત્રી
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો(Marco Rubio)એ ટ્રમ્પનો ભારત પર ટેરિફ બોંબ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (India-Russia Crude Oil Trade) ખરીદતું હોવાથી ટ્રમ્પ ચિડાઈ ગયા છે. જોકે રૂબિયોએ એમ પણ કહ્યું કે, ભારત-અમેરિકાના સંબંધો વચ્ચે ટેરિફ ઝિંકવો તે માત્ર એક જ કારણ નથી અને કારણો પણ છે.
આ પણ વાંચો : રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 31 લોકોના મોત, ઝેલેંસ્કીએ કહ્યું- 'દુનિયા ચૂપ ના રહે'
‘ભારતમાં ઊર્જાની જરૂરીયાત ખૂબ જ વધુ’
ફૉક્સ રેડિયો સાથે વાતચીત વખતે માર્કો રુબિયોનું માનવું છે કે, ‘રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું તે ભારતની જરૂરીયાત છે, કારણ કે તેમને તેની પાસેથી સસ્તુ ક્રૂડ મળી રહ્યું છે. ભારતમાં ઊર્જાની જરૂરીયાત ખૂબ જ છે, જેના કારણે ક્રૂડ, કોલસો, ગેસ અને અર્થવ્યવસ્થાને ગતિ આપતી ચીજવસ્તુઓ ખરીદવી જરૂરી છે. તમામ દેશો આવું જ કરે છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે, કારણ કે પ્રતિબંધના કારણે ક્રૂડ સસ્તુ છે.’
‘રશિયા ભારત પાસેથી ધન કમાઈ યુદ્ધમાં વાપરી રહ્યું છે’
તેમણે કહ્યું કે, ‘ભારતે આવું કરવું જ પડે છે, પરંતુ રશિયા ધનનો ઉપયોગ યુદ્ધ કરવા માટે કરી રહ્યો છે, જે ભારત-અમેરિકાના સંબંધોમાં નારાજગીનું કારણ છે, પરંતુ તે માત્ર એક કારણ નથી. ભારત વૈશ્વિક વેપારમાં એક ભાગીદાર દેશ છે અને તેઓ અમારા વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. પરંતુ વિદેશ નીતિના કોઈપણ વિષય પર તમે 100 ટકા એકમત ન હોઈ શકો. તમે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ને જે કરતાં જોઈ રહ્યા છે, તેનું કારણ એ છે કે, અનેક ક્રૂડ ઓઇલ વિક્રેતા છે છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે.’
આ પણ વાંચો : એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO, એરલાઇન્સ ક્ષેત્રના ગણાય છે દિગ્ગજ