No Means No... : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ

Shashi Tharoor: કોંગ્રેસ સાંસદ શશી થરુરે મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં સામેલ કરવાના પ્રસ્તાવવાળું એક ખાનગી બિલ શુક્રવારે (5 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કર્યું. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતને પોતાના બંધારણીય મૂલ્યો જાળવી રાખવા જોઈએ. આ સાથે તેમણે પત્ની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાને પુરુષોની ક્રૂરતા કહી.
મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં મૂકવું જરુરી
થરુરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં મૂકવાની જરુરત પર ભાર મૂક્યો. તેમણે ભારતીય ન્યાય સંહિતા(BNS)માં સંશોધન માટે એક ખાનગી બિલ રજૂ કરતાં કહ્યું કે, ભારતને પોતાના બંધારણીય મૂલ્યો જાળવી રાખવા જોઈએ અને 'ના નો અર્થ ના, ફક્ત હા નો અર્થ જ હા' હોવાની વાત મૂકી. પરિણીત મહિલાના સંમતિ આપવાના અધિકારનું હનન ન થવું જોઈએ.
આ પણ વાંચોઃ સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ
મહિલા સ્વાયત્તતાનો અનાદર
કોંગ્રેસ સાંસદે કહ્યું કે, દરેક મહિલાને લગ્ન સંબંધની સીમામાં શારીરિક સ્વાયત્તતા અને ગરિમાનો મૌલિક અધિકાર મળવો જોઈએ. હવે કાર્યવાહીનો સમય આવી ગયો છે. જો પતિ-પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે તો તે મહિલાની સ્વાયત્તતાનો અનાદર છે. આ નિયંત્રણ અને લિંગ આધારિત હિંસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારું છે.

