For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલાના પગલે રામમંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ સ્થગિત

Updated: Feb 17th, 2019

પુલવામા હુમલાના પગલે રામમંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ સ્થગિત

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2019, રવિવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા પગલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ જન્મભૂમિ રામાગ્રાહ યાત્રા અને શિલાન્યાસનો કાર્યક્રમ સ્થગિત કર્યો છે. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. તેમના સ્વાસ્થ્યને લઇને તેમની આ યાત્રા સ્થગિત કરવાની સલાહ પણ આપવામાં આવી હતી.

પુલવામામાં થયેલા હુમલા અને દેશની સ્થિતીની તેમને જાણ થતાં અને આ મામલે અખાડા પરિષજ અને યોગી આદિત્યનાથે અનુરોધ પર તેમણે  કહ્યું કે, અમે દેશની સાથે છીએ. તેમના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, રામ જન્મભૂમિના સંદર્ભમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સામયિક અને આવશ્યક છે. પરંતુ દેશમાં ઊભી થયેલી આ આકસ્મિક પરિસ્થિતિમાં આ યાત્રા થોડા સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યુ કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે અયોધ્યામાં બિન-વિવાદિત અધિગ્રહિત જમીન તેમના માલિકોને આપી દેવામાં આવે.
Gujarat