For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

3 મહિનાની દીકરીનુ મોઢુ પણ ના જોઈ શક્યા શહિદ રોહિતાશ લાંબા

Updated: Feb 15th, 2019

Article Content Image


Article Content Image

નવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોમાં રાજસ્થાનના રહેવાસી રોહિતાશ લાંબાનો પણ સમાવેશ થાય છે.

હજી તો એક વર્ષ પહેલા જ રોહિતાશના લગ્ન થયા હતા.ત્રણ મહિના પહેલા જ તેમની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો.હોળી પર રજા લઈને રોહિતાશ પોતાની બાળકીને જોવા માટે ઘરે આવવાના હતા પણ એ પહેલા જ તેઓ શહીદ થઈ ગયા છે

તેમની શહીદીના ખબર સાંભળીને આખા ગામમાં શોકનો માહોલ છે.રોહિતાશના મિત્રે કહ્યુ હતુ કે ઘર પર બધુ બરાબર ચાલી રહ્યુ હતુ પણ શ્રીનગરથી આવેલા એક ફોન કોલથી પળભરમાં જ બધુ બદલાઈ ગયુ હતુ.સીઆરપીએફના અધિકારીએ રોહિતાશના મોતના ખબર આપતા જ બધાના હોશ ઉડી ગયા હતા.

રોહિતાશના મોટાભાઈની તબિયત લથડી હતી.ગામના લોકો પણ તેમના ઘરે ભેગા થઈ ગયા હતા.ગામમાં આખી રાત કોઈ ઉંઘ્યુ પણ નથી.

Gujarat