India

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ

By GS Team
16 Oct 20261 min read
TukuTouch Logo
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શન થતાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે 7:30 વાગ્યે હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને પલ્મોનરી વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ

LK Advani Hospitalized : ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે અને પલ્મોનરી વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.