સઉદીઓએ 'બ્રિક્સ' દિલ્હી ડેકલેરેશન પર ધ્યાન આપવું જોઈએ : એમ. જે. અકબર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માપુસા (ગોવા) : પૂર્વ રાજ્યમંત્રી અને ખ્યાતનામ, વિદ્વાન તથા કટારલેખક એમ.જે. અકબરે પાકિસ્તાન, સઉદી અરેબિયા અને તૂર્કીએ વચ્ચે થયેલા સંરક્ષણ કરારો ઉપર વેધક ટીકાઓ કરી હતી.
મક્કા ડીફેન્સ એક્ટ નામક આ કરારોને 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખવામાં આવે છે. તે સર્વવિદિત છે.
તાજેતરમાં હુથી વિપ્લવવાદીઓએ સઉદી અરેબિયામાં જહાજ ઉપર હુમલો કરતાં સઉદીઓએ અમેરિકાની મદદ માંગતા આ હુથીઓ ઉપર હુમલો કરવા કહ્યું હતું. પરંતુ પ્રમુખ ટ્રમ્પે તેમાં સાથ આપવાની સ્પષ્ટ ના કહી. આ ઉપરથી અકબરે કહ્યું કે સઉદીઓ શા માટે પાકિસ્તાન કે તૂર્કીએ પાસે મદદ માગવા ન ગયા ? આ અનુસંધાનમાં અકબરે પર્દાફાશ કરતાં કહ્યું કે, પાકિસ્તાનનાં સૈન્યે તો તેમાં પડવામાં પાછી પાની કરી હતી. તો બીજી તરફ અમેરિકાએ તો સહાય કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના આ વિદ્વાને સઉદી અરબને સલાહ આપતાં કહ્યું હતું કે તેણે બ્રિક્સ દેશોએ સર્વાનુમતે સ્વીકારેલાં દિલ્હી ડેકલેરેશન ઉપર ધ્યાન આપવું જોઈએ. ભારતનાં અધ્યક્ષપદે યોજાયેલી આ પરિષદમાં તે વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે અનુરોધ કરાયો છે. તેના એક જ દિવસ પૂર્વે સઉદી ક્રાઉન પ્રિન્સે પ્રમુખ ટ્રમ્પને ફોન કરી ઇરાનનાં પીઠબળવાળા હૂથીઓ ઉપર સશસ્ત્ર કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. પરંતુ પ્રમુખ ટ્રમ્પે કોઈ પણ પ્રકારે સહાય કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.
સઉદી અને પાકિસ્તાન બંને દેશો મક્કા ડીફેન્સ પેક્ટ ના સભ્યો છે. તે પ્રમાણે પાકિસ્તાનની ફરજ બને છે કે તેણે સઉદીને સહાય કરવી જ જોઈએ પરંતુ મને લાગે છે કે પાકિસ્તાનનું સૈન્ય કેન્ટોનમેન્ટમાં ભારે હીરોઈક છે પરંતુ યુદ્ધનાં મેદાનમાં તે ઘેંટા જેવું બની જાય છે, અને મક્કા કરારો છતાં તે બંકર્સમાં જ રહ્યું છે.
આ સાથે આ વિદ્વાને એવો પણ સંકેત આપ્યો હતો કે મક્કા ડિફેન્સ એક્ટ આ જોતાં તો આગળ વધતાં પહેલાં જ તૂટી પડશે.




