For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રામ મંદિરનો નકશો ઠીક નથી, બેકાર છે...: સપા નેતા રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન

Updated: May 7th, 2024

રામ મંદિરનો નકશો ઠીક નથી, બેકાર છે...: સપા નેતા રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન

Image Source: Twitter

Ram Gopal Yadav's controversial statement on Ram temple: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. રામગોપાલ યાદવે રામ મંદિર પર ટિપ્પણી કરતા કહ્યું કે, રામ મંદિર બેકાર છે. મંદિર આવી રીતે નથી બનતું. રામ મંદિરનો નકશો ઠીક નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઠીક નથી બનાવવામાં આવ્યું.

આ અગાઉ રામ નવમીના અવસર પર સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે એક મોટું નિવેદન આપ્યું હતું. એક સવાલના જવાબમાં ભાજપ પર પ્રહાર કરતા રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, રામ નવમીની ઉજવણી હંમેશા ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. કેટલાક લોકોએ રામ નવમીને પેટન્ટ કરાવી લીધી છે. આ તેમનો વારસો નથી.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કરોડો લોકો હજારો વર્ષોથી રામ નવમીની ઉજવણી કરતા આવ્યા છે અને આ દેશમાં માત્ર એક જ રામ મંદિર નથી. તેમણે અધૂરી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને શંકરાચાર્ય તેની વિરુદ્ધ હતા. ભાજપને સજા કરશે. મેં ક્યારેય કોઈની પૂજા નથી કરી. હું દેખાડો નથી કરતો. હું ભગવાનનું નામ લઉં છું પરંતુ પાખંડી નથી. પાખંડી લોકો આ બધું કરે છે. ભગવાન રામ આ લોકોને દંડિત કરશે. 

આ વર્ષે અયોધ્યામાં બનેલા રામ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સમગ્ર ભારતમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તે દિવસે કરોડો લોકોની નજર ભગવાન શ્રી રામ પર હતી. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદથી દરરોજ સરેરાશ લાખો ભક્તો દર્શન કરવા આવે છે. પ્રારંભિક સમયગાળામાં મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીઓ દિવસમાં ઘણી વખત ખાલી કરવી પડતી હતી.


Gujarat