સચિન મારા દીકરાનો બાપ છે', રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ
Image Twitter |
Raja Raghuvanshi case: મેઘાલય હનીમૂન મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલો ઈન્દોર રઘુવંશી પરિવાર હવે એક નવા વિવાદમાં ફસાયો છે. મૃતક રાજા રઘુવંશીના મોટા ભાઈ સચિન રઘુવંશીની પત્ની હોવાનો દાવો કરનારી એક મહિલાએ સચિનને પોતાનો દિકરાના જૈવિક પિતા ગણાવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ પોતાના દાવાના સાચો સાબિત કરવા કથિત ડીએનએ રિપોર્ટ પણ જાહેર કર્યો છે. મહિલાના આ સનસનાટીભર્યા ખુલાસાથી ઇન્દોરના સૌથી ચર્ચિત કેસોમાં ચાલી રહેલી કાનૂની અને ભાવનાત્મક લડાઈમાં એક નવો આયામ જોડાયો છે.
આ પણ વાંચો: FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા
'સચિન રઘુવંશી મારા પુત્રનો પિતા છે'
એક રિપોર્ટ પ્રમાણે મહિલાએ 1, ઓગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ભાવુકતાથી કહ્યું કે, ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ થાય છે કે, સચિન રઘુવંશી તેના પુત્રનો પિતા છે. તેણે દાવો કર્યો હતો કે, સચિને તેની સાથે મંદિરમાં સંપૂર્ણ વિધિ અને રિત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. તેની પાસે લગ્નના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ છે. મહિલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ તસવીરો પણ જાહેર કરી હતી.
મારા બાળકને જાણી જોઈને ઠુકરાવવામાં આવ્યું હતું
આંખમાં આંસુ સાથે મહિલાએ કહ્યું, 'મારા બાળકને જાણી જોઈને ઠુકરાવવામાં આવ્યું હતું. આ માત્ર મારું જ નહીં પણ મારા બાળકનું પણ અપમાન છે. આજે મારું બાળક ઘરે-ઘરે ભટકતું રહે છે. સચિને હવે જવાબ આપવો પડશે.'
આ પણ વાંચો: VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો
ન્યાય માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો: મહિલા
મહિલાએ કહ્યું, 'જો સચિને યોગ્ય રીતે લગ્ન કર્યા હોત અને અમારા સંબંધોને સ્વીકાર્યા હોત, તો અમારે આ અપમાનમાંથી પસાર ન થવું પડત. ન્યાય માટે મેં કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો. જ્યારે પણ મેં ન્યાયની માંગણી કરી ત્યારે પરિવારે દર વખતે મારાથી મોં ફેરવ્યું અને મારું અપમાન કર્યું હતું. હવે હું મારા પુત્ર માટે માન્યતા અને કાનૂની અધિકારો મેળવવાની આશાએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મને વિશ્વાસ છે કે હાઇકોર્ટમાંથી ન્યાય મળશે.'