Get The App

સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ 1 - image

S.Jaishankar On UN : ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપતા દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આજનું સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ 1945ની પરિસ્થિતિની જેમ કામ કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રને અસરકાર બનાવવા સુધારો કરવો જરૂરી

વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવા પર ભાર મૂકતાં વિદેશ મંત્રીએ કહ્યું કે ‘80 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી છે. તેથી તેણે વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવો જોઈએ અને તેના પર જ તેમની વિશ્વસનીયતા ટકી છે. જે સંસ્થાઓ ફેરફાર લાવવામાં નિષ્ફળ જાય છે, તેમના પર વિશ્વસનીયતાનું જોખમ વધે છે. સંયુક્ત રાષ્ટ્રને અસરકારક બનાવવી હોય તો તેને સુધારવી પડશે.’

આ પણ વાંચો : VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી

યુએનના શાંતિ મિશનમાં ભારતનું મોટું યોગદાન

તેમણે કહ્યું કે, ‘યુએન શાંતિ મિશનની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં અત્યાર સુધીમાં વિશ્વના ચાર હજારથી વધુ સૈનિકો સામેલ થયા છે, જેમાં ભારતના 182 શાંતિ સૈનિકો પણ સામેલ છે. આ શાંતિ સૈનિકો માનવીય મદદ કરવા માટે પોતાના જીવ જોખમમાં નાખે છે. આ સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.’

વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને સલાહ આપી છે કે, જે દેશોમાં શાંતિ સેના મોકલવામાં આવે છે, જે દેશોના સૈનિકો તે શાંતિ સેનામાં હોય છે, તે દેશો સાથે પણ શાંતિ અભિયાન અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. 

આ પણ વાંચો : ‘પડોશીઓ બદલી શકાતા નથી’, અફઘાનિસ્તાન-પાકિસ્તાન ઘર્ષણ પર ચીનની પહેલી પ્રતિક્રિયા, ટ્રમ્પને લીધા આડેહાથ