VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી

Kapil Sharma café firing : ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત 'કેપ્સ કેફે' પર ફરી ગોળીબાર થયો છે. ગુરુવારે વહેલી સવારે કેફે પર કારમાંથી ફાયરિંગ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ભારે નુકસાન થયું છે.
હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ કેફે પર આશરે 9થી 10 ગોળીઓ ચલાવી હતી. જેના કારણે કેફેના બહારના ભાગમાં કાચ તૂટી ગયા હતા અને દીવાલો પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં હુમલાખોરો કારમાંથી ધડાધડ ફાયરિંગ કરતાં નજરે પડે છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી
હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ સાથે જ આ મહિનામાં કેફે પર ફાયરિંગની આ બીજી ઘટના છે અને કુલ મળીને આ ત્રીજો હુમલો છે. સ્થાનિક પોલીસે આ સંગઠિત અપરાધની ઘટના અંગે તપાસ શરુ કરી છે.