બળવાખોરીનું ઈનામ! TMCના સાંસદ પદેથી રાજીનામું આપનાર અભિનેત્રી પર ભાજપ મહેરબાન, રાજ્યસભાની ટિકિટ આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suvendu Adhikari UCC West Bengal: પશ્ચિમ બંગાળના ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ મોટું એલાન કર્યુ છે. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ પશ્ચિમ બંગાળમાં પણ 6 મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે. 17 નવેમ્બરે કોલકાતામાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ 29 ડિસેમ્બરે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગીતા પાઠનું આયોજન કરવામાં આવશે.
મમતા બેનરજી પર CM શુભેન્દુના પ્રહાર
નંદીગ્રામ પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે શુભેન્દુ અધિકારીએ પૂર્વ CM મમતા બેનરજી સરકાર પર ભાજપના નેતાઓને ફસાવવા માટે CID નો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનરજીએ પગમાં ઈજા થવાનો ખોટો દાવો કર્યો હતો, અને તેના આધારે ભાજપ નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
નંદીગ્રામમાં યોજી હતી પદયાત્રા
રવિવારે ભાજપના ઉમેદવાર હસીરાની રથના સમર્થનમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં પદયાત્રા યોજી હતી. હસીરાની રથ, અધિકારીના સ્વર્ગસ્થ નજીકના સહયોગી ચંદ્રનાથ રથના માતા છે. આ દરમિયાન તેમણે મમતા બેનરજીના પગની ઈજા પર ફરી સવાલો ઉઠાવ્યા હતા. એક દિવસ પહેલાં જ પત્રકાર પરિષદમાં અધિકારીએ દાવો કર્યો હતો કે, 2021માં નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર વખતે મમતા બેનરજીએ પગની ઈજાનું નાટક કર્યું હતું. તેમણે એક દસ્તાવેજ પણ દર્શાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે આ મમતા બેનરજીનો મેડિકલ રિપોર્ટ છે, જેમાં ફ્રેક્ચરનો કોઈ પુરાવો નહોતો.
ભાજપ કાર્યકરોને નિશાન બનાવાયા
રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન અધિકારીએ કહ્યું કે અગાઉની TMC સરકારમાં CID એ ખોટા કેસોના આધારે ભાજપ નેતાઓને હેરાન કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, સત્તાવાર દસ્તાવેજોમાં ફ્રેક્ચર ન હોવા છતાં તેમની સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા હતા. અધિકારીએ કહ્યું કે આદર્શ આચારસંહિતા હટ્યા બાદ તેઓ કાયદાકીય પગલાં ભરશે. જો કોઈને ખરેખર હેરાન કરવામાં આવ્યા હોય તો તેમને કાનૂની રક્ષણ મળશે, પરંતુ ખોટા આરોપો લગાવવા બદલ ભારતીય ન્યાય સંહિતામાં સજાની જોગવાઈ છે. તેમણે 'પીડિત' ભાજપ કાર્યકરોને તમામ કાનૂની મદદ આપવાની ખાતરી આપી હતી.




