Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન
Revenge from Pakistan or trade with America? ભારત- પાકિસ્તાન વધતા તણાવ અને સીઝફાયર દરમિયાન વિશ્વમાં અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ટ ટ્રમ્પની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. તેનું કારણ સ્પષ્ટ છે, ભારત - પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને ઓછો કરાવવા અને સીઝફાયરનો શ્રેય તેમણે પોતાને આપ્યો છે. બન્ને દેશો વચ્ચે સીઝફાયર કરાવવા માટે તેમણે વધારે મહેનત પણ નથી કરવી પડી, તેમનું માત્ર એટલું જ કહ્યું હતું કે, 'યુદ્ધ રોકો' નહીં તો અમેરિકા 'ટ્રેડ રોકી' દેશે આટલું કહેવાથી કામ થઈ ગયું. ત્યારે સામાન્ય લોકોએ એ જાણવું જરુરી છે કે, આખરે ભારત માટે અમેરિકા સાથે વ્યાપાર કરવો વધારે જરુરી છે કે પાકિસ્તાન સાથે બદલો લેવો?
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર
ભારત માટે અમેરિકા સાથે વ્યાપાર કરવો કેટલો જરુરી છે.? બંન્ને દેશોનો વ્યાપારીક સંબંધો કેવા છે? જો આ વાત સમજવી હોય તો તે પહેલા આપણે કેટલા આંકડા પર નજર કરવી જોઈએ. ભારતના કુલ વિદેશી વ્યાપારમાં અમેરિકા તેનું સૌથી મોટો ભાગીદાર છે. ત્યાર બાદ ચીનનો નંબર આવે છે. 2024માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ 129.2 અરબ ડોલરનો વેપાર થયો હતો. જ્યારે ચીન સાથે આ આંકડો લગભગ 118 અરબ ડોલરનો છે.
ભારત અમેરિકાને વધુ નિકાસ કરે છે
આ સમગ્ર વેપારમાં એક મોટી સમસ્યા એ છે કે ભારત અમેરિકાને વધુ નિકાસ કરે છે, જ્યારે અમેરિકાથી ઈમ્પોર્ટ ઓછુ કરે છે. 2024ના ડેટા જોઈએ તો ભારતે અમેરિકામાં 87.4 અરબ ડોલરનો સામાન મોકલ્યો છે. જ્યારે ત્યાથી માત્ર 41.8 અરબ ડોલરનો સામાન આયાત કર્યો છે. આ રીતે, અમેરિકા સાથે વેપાર કરવામાં ભારતનો હાથ ઉપર છે અને તે તેનાથી નફો પણ થઈ રહ્યો છે. એટલા માટે ભારત માટે અમેરિકા સાથે વેપાર મહત્ત્વપૂર્ણ છે.
ભારત સાથેના વેપાર અંગે અમેરિકાનો અભિગમ પણ અલગ હોઈ શકે છે. કારણે કે, અમેરિકાનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર મેક્સિકો છે. એ પછી કેનડા અને ચીનનો નંબર છે. આ લિસ્ટમાં ભારતનો 10 મો નંબર આવે છે. આમ છતાં, અમેરિકા ભારત સાથેના વેપારમાં દર વર્ષે લગભગ $45.7 બિલિયનનું નુકસાન કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સાથે વેપાર બંધ કરવાની ધમકી પાછળ આ દુખ પણ હોઈ શકે છે.
કઈ કઈ વસ્તુઓનો થાય છે વેપાર
હવે એક નજર ભારત અને અમેરિકા વચ્ચેના માલ અને સેવાઓના વેપાર પર કરીએ તો, India Brand Equity Foundation પ્રમાણે ભારત દર વર્ષે અમેરિકામાં કુલ 7,346 પ્રકારના માલ એક્સપોર્ટ કરે છે. જ્યારે ભારત ત્યાંથી માત્ર 5,749 ચીજવસ્તુઓની આયાત કરે છે.
હવે જો એ જોઈએ કે, અમેરિકા ભારતમાંથી સૌથી વધુ કઈ કઈ ચીજવસ્તુઓ મંગાવે છે. તો United Nations Comtradeના આંકડા પ્રમાણે અમેરિકા માત્ર મોતી, રત્નો અને ઝવેરાતની આયાત પર 12.36 અબજ ડોલર ખર્ચ કરે છે. તેમજ 12. 08 અબજ ડોલરના મૂલ્યના ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય માલસામાન અને 10.97 અબજ ડોલરના મૂલ્યના ફાર્માસ્યુટિકલ્સની ઈન્મપોર્ટ કરે છે.
ભારત અમેરિકામાંથી સૌથી વધુ ખનિજ તેલની આયાત કરે છે
તો ભારત અમેરિકામાંથી સૌથી વધુ ખનિજ તેલની આયાત કરે છે. આ લગભગ 12.96 અબજ ડોલરનું ઈમ્પોર્ટ કરે છે. તે જ સમયે, કાચા મોતી, લેબ્રાડોર હીરા વગેરેની આયાત $5.16 બિલિયન હતી. આ સિવાય ભારતની આયાત બાસ્કેટમાં પરમાણુ રિએક્ટર, ઇલેક્ટ્રિકલ મશીનરી, લેન્સ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
વ્યાપારમાં 'અવરોધ' કરવાનું નુકસાન
અહીં ઉપરના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકા સાથેના વેપારમાં ભારતને ફાયદો વધુ છે અને નુકસાન ઓછુ છે. પરંતુ જો આ વેપારમાં કોઈ અવરોધ આવે તો તેની અમેરિકાના આરોગ્ય પર વધારે ફરક નહી પડે. પરંતુ ભારતનો વિદેશ વેપાર ચોપટ થઈ જશે. ત્યારે આ સ્થિતિમાં ભારત માટે અમેરિકા સાથે રહેવું વધારે મહત્ત્વનું છે. તો, ભારત અમેરિકાથી ખનિજ તેલની આયાત કરે છે, જે દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
ક્રૂડ ઓઇલની અછત ભારતના આર્થિક વિકાસને મોટું નુકસાન
એટલે જો આ વેપારમાં કોઈ અવરોધ આવે છે, તો સૌથી પહેલા ભારતને અમેરિકા પાસેથી મળતું ક્રૂડ તેલમાં ઘટાડો આવે. તો અમેરિકા અન્ય દેશોને પણ આના માટે દબાણ કરી શકે છે. અને સ્વાભાવિક છે કે, હાલમાં ક્રૂડ ઓઇલની અછત ભારતના આર્થિક વિકાસને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
ભારત માટે પાકિસ્તાન 'આતંકવાદનું પોષક' મુખ્ય મુદ્દો
ભારત-પાકિસ્તાન તણાવ માટે પાકિસ્તાન તરફથી આપવામાં આવેલું કારણ 'કાશ્મીર મુદ્દો' છે, જ્યારે ભારત માટે પાકિસ્તાન 'આતંકવાદનું પોષક' છે. સરહદ પર હાલના તણાવનું કારણ 22 એપ્રિલે પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો પણ છે. અને તેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે.
બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 10 અબજ ડોલર
હવે આ પરિસ્થિતિમાં જો ભારત પાકિસ્તાન સામે બદલાની કાર્યવાહી ચાલુ રાખે છે, તો સૌથી મોટી વાત એ છે કે બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 10 અબજ ડોલરનો છે, જ્યારે બીજી તરફ અમેરિકા સાથેનો આ વેપાર લગભગ 100 અબજ ડોલરનો છે. એટલે આ 10 ગણો તફાવત જોવા મળે છે.