વેપારીઓને ધરપકડ સામે રાહત, માત્ર ત્રણ દિવસમાં રિફન્ડનો કાઉન્સિલનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને રાહત આપતા અનેક નિર્ણયો
- સામાન્ય ભૂલો પર માત્ર વસૂલાત, વ્યાજ અને પ્રમાણસર દંડની જ કાર્યવાહી : કોર્ય કાર્યવાહી માટેની મર્યાદા રૂ. ૧ કરોડથી વધારી રૂ. ૫ કરોડ કરાઈ
- સામાન્ય દંડ રૂ. ૨૫,૦૦૦થી ઘટાડી રૂ. ૧૦,૦૦૦ કરાયો, દંડ, કેદ કે બંને અંગેનો નિર્ણય કોર્ટ પર છોડાયો
અમદાવાદ : જીએસટીના ચાર દર ઘટાડી બે સ્લેબ કરીને ગ્રાહકોને રાહત આપ્યાના એક વર્ષ પછી સરકારે હવે વેપારીઓને મોટી રાહત આપી છે. જીએસટી પરિષદની ગુરુવારે યોજાયેલી બેઠકમાં વેપારીઓની ધરપકડની જીએસટી અધિકારીઓની સત્તા પાછી ખેંચવા, ફોજદારી કાર્યવાહી માટેની મર્યાદા રૂ. ૧ કરોડથી વધારીને રૂ. પાંચ કરોડ કરવા અને મોટાભાગના રીફન્ડની પ્રક્રિયા ઝડપી બનાવી માત્ર ત્રણ દિવસ કરવા સહિતના વેપારીઓ તરફી નિર્ણયો લેવાયા હતા. યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર મુદ્દે વેપારીઓ અને ઉદ્યોગજતમાં ભારે અસંતોષ ફેલાયેલો છે ત્યારે જીએસટી પરિષદના આ નિર્ણયોથી વેપારીઓને તહેવારો પહેલાં મોટી રાહત મળી છે.
ગુડ્સ એન્ડ સવસ ટેક્સ કાઉન્સિલની ગુરુવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મળેલી ૫૭મી બેઠકમાં જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓની ધરપકડ કરવાની સત્તા જીએસટીના અધિકારીઓ પાસેથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે વેપારી સામે કોર્ટ કાર્યવાહી કરવા માટેની બાકી વેરાની મર્યાદા રૂ. ૧ કરોડથી વધારીને રૂ. ૫ કરોડ કરી દેવામાં આવી છે. જોકે જીએસટીના દરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે જ નવા નિયમો પહેલી એપ્રિલ ૨૦૨૭થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજની બેઠકમાં ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વિના જ સમગ્ર જીએસટી પ્રણાલીને ગુનાહિત જોગવાઈઓમાંથી મુક્ત કરવા અને કાયદાકીય પ્રક્રિયાને વધુ સરળ બનાવવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારામને 'પહેલા ટેક્સ સ્લેબમાં રાહત હવે પ્રક્રિયાઓમાં આરામ' વાક્યથી પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું ૫૬મી બેઠકમાં સ્લેબ ઘટાડીને કસ્ટમરને મોટી રાહત અપાઈ હતી. હવે ૫૭મી બેઠકમાં કમ્પ્લાયન્સને સરળ બનાવવાની દિશામાં કામ કરીને વેપારીઓને રાહત આપવામાં આવી છે.
કાઉન્સિલની બેઠકમાં જીએસટી અધિકારીઓ પાસેથી વેપારીઓની ધરપકડ કરવાની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ વેપાર-ઉદ્યોગ માટે ભયમુક્ત વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ જીએસટી અધિકારીઓને મળેલી વેપારીઓ કે અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવાની સત્તા સંપૂર્ણપણે રદ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. તેમ જ જીએસટી કાયદા હેઠળ કેસ ચલાવવાની લઘુત્તમ નાણાકીય મર્યાદા રૂ. ૧ કરોડથી વધારીને સીધી રૂ. રૂ. ૫ કરોડ કરવામાં આવી છે. તદુપરાંત સજાની ન્યૂનતમ જોગવાઈ હટાવી લેવામાં આવી છે. હવે દંડ, કેદ કે બંને અંગેનો નિર્ણય સંપૂર્ણપણે ન્યાયિક વિવેકબુદ્ધિ પર છોડવામાં આવ્યો છે.
તેની સાથે જ કોઈ ચોક્કસ દંડ નિર્ધારિત ન હોય ત્યાં લાગુ પડતો સામાન્ય દંડ રૂ. ૨૫,૦૦૦થી ઘટાડીને રૂ. ૧૦,૦૦૦ કરી દેવામાં આવ્યો છે. વેપારી દ્વારા રિટર્ન મોડું ભરવું, નાની ભૂલ થવી કે ટેક્સ ચુકવણીમાં વિલંબ પર હવે માત્ર વસૂલાત, વ્યાજ અને પ્રમાણસર દંડ જ લાગશે, તેના માટે વારાની શિક્ષાત્મક કે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે નહીં.
કંપનીઓ હવે પોતાના કર્મચારીઓ માટે લીધેલા હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર ભરેલા જીએસટીની રકમ સામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે. ગુડ્સ એન્ડ સવસ ટેક્સ કાઉન્સિલની આજની બેઠકમાં વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ હવે પોતાના કર્મચારીઓ માટે લીધેલા હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે. આ જ રીતે ફેક્ટરીની બહાર બિછાવવામાં આવતી પાઈપલાઈન અને ટેલિકોમ્યુનિકેશન ટાવર્સ જેવા મહત્વના કેપિટલ આઈટમ્સ પર જમા કરાવેલા જીએસટી સામે ઇનપુ ટેક્સ ક્રેડિટ મેળવી શકાશે.
આ જ રીત દવા કંપનીઓ સહિતના ક્ષેત્રોમાં આપવામાં આવતા ફ્રી સેમ્પલ અને એક્સપાયરી સ્ટોક એટલે કે કાયદાકીય રીતે નાશ કરવા પાત્ર બનેલા માલ પર જમા કરાવેલા ટેક્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમ જ સવસના રીસેલ પર બેવડો કર દૂર કરવાનો નિર્ણય લીધો છે. એજન્ટ દ્વારા બુક કરવામાં આવતા રૂ. ૭૫૦૦ના દૈનિક ભાડાંના હોટેલ્સ રૂમ માટે ચૂકવેલા અને હોટેલ રૂમ, રેસ્ટોરાં, કેટરિંગ સવસ અને પેસેન્જર ટ્રાન્સપોર્ટ સવસમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાનું ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને એક જ સેવા પર બે વાર ટેક્સ ન લાગે તે માટે આ પગલું લોવામાં આવ્યું છે.
ખરીદનાર જીએસટી ન જમા કરાવે તો પણ વેચનારને રીફંડ મળશે
સપ્લાય ચેઈનમાં ઉપરના કોઈ સપ્લાયર ટેક્સ જમા ન કરાવે અથવા ફેક ક્રેડિટ પાસ કરે તો સાચા ખરીદદારની ક્રેડિટ બ્લોક ન થાય તે માટે એક કમિટીની રચના કરાઈ છે. આ કમિટી ત્રણ જ મહિનામાં તેનો રિપોર્ટ આપી દેશે. આ રિપોર્ટના આધારે જ આગામી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
વેપારીઓને ઈનવર્ટેડ ડયુટી સ્ટ્રક્ચરમાં અત્યારે માત્ર કાચા માલ પર જ રીફંડ મળતું હતું. પરંતુ પહેલી નવેમ્બર, ૨૦૨૬થી તેને માટે વપરાશમાં લેવાયેલી તમામ ઇનપુટ સવસિસ પર ભરવામાં આવેલા ટેક્સનું પણ રીફંડ મળશે. ૧ નવેમ્બર, ૨૦૨૬થી ઈનપુટ સવસિસ પર અને ૧ એપ્રિલ, ૨૦૨૭થી પ્લાન્ટ-મશીનરી પર ઈનવર્ટેડ રેટ રીફંડ મળશે. આ જ રીતે પ્લાન્ટ અને મશીનરી માટે તથા એક્સપોર્ટર્સ અને ઈનવર્ટેડ રેટ સ્ટ્રક્ચર ધરાવતા એકમો માટે પ્લાન્ટ અને મશીનરી પરનો ટેક્સ રીફંડમાંથી બાકાત રાખવાનો નિયમ હટાવી લેવાયો છે. તેથી તેમને પણ રિફંડ મળે તે માટેનો માર્ગ ખોલી દીધો છે. તેથી ફાર્માસ્યુટિકલ્સ અને ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્સના સેક્ટરને વકગ કેપિટલની નડતી સમસ્યા હળવી થઈ જશે. રીફંડ ક્લેમની પહોંચ આપવાનો સમય ૧૫ દિવસથી ઘટાડીને ૧૦ દિવસ કરવામાં આવ્યો છે. નેવું ટકા રીફંડ ક્લેમ સિસ્ટમ આધારિત રિસ્ક એસેસમેન્ટથી મંજૂર થશે અને પહોંચ મળ્યા પછીના કામકાજના ત્રણ જ દિવસોમાં ઓર્ડર જાહેર કરાશે. અત્યારે તેને માટે સાત દિવસ લગાડવામાં આવી રહ્યા છે. કેશ લેજરમાં પડેલી વધારાની બેલેન્સનું રીફંડ અકિારીની દખલગીરી વગર સંપૂર્ણપણે ઓટોમેટિક મળશે. શો-કોઝ નોટિસ ઈશ્યૂ કરવા માટે રૂ. ૧૦,૦૦૦ની લઘુત્તમ મર્યાદા નક્કી કરાઈ છે.




