India

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય

By GS TEAM
1 Aug 20252 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડ સરકારે હિલ્સની રાણી એટલે કે મસૂરીની મુલાકાત લેતાં પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પ્રવાસીઓની નોંધણી ફરજિયાત કરી દીધી છે. આ નવો નિયમ 30 જુલાઈથી અમલમાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય

Registration is mandatory for tourists going to Mussoorie: ઉત્તરાખંડ સરકારે હિલ્સની રાણી એટલે કે મસૂરીની મુલાકાત લેતાં પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પ્રવાસીઓની નોંધણી ફરજિયાત કરી દીધી છે. આ નવો નિયમ 30 જુલાઈથી અમલમાં આવ્યો છે.

એક માહિતી પ્રમાણે, મસૂરીમાં ત્રણ સ્થળોએ ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં કિમારી, કેમ્પ્ટી ફોલ્સ અને કુથલ ગેટ, જે વાહનોની નંબર પ્લેટને રૅકોર્ડ કરશે. આ સિસ્ટમ ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદ કરશે.

આ પણ વાંચો: 'RSS પ્રમુખ ભાગવતની ધરપકડનો આદેશ હતો...' માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવૃત્ત અધિકારીનો મોટો દાવો

'રજાઓ અને વીક એન્ડ દરમિયાન ખૂબ જ ભીડ'

આ અંગે ઉત્તરાખંડના પ્રવાસન સચિવ ધીરજ ગરબ્યાલે જણાવ્યું હતું કે, મસૂરીમાં ખાસ કરીને ઉનાળાની રજાઓ, શિયાળાની રજાઓ અને વીક એન્ડ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે.

તેમણે કહ્યું, 'NGTના આદેશ પછી અમે મસૂરીની વહન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરી રહ્યા છીએ. આ રજિસ્ટ્રેશન સિસ્ટમથી અમને ખ્યાલ આવશે કે, મસૂરીમાં કયા સમયે કેટલા પ્રવાસીઓ હાજર છે.' ગરબ્યાલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હાલમાં નોંધણી ફરજિયાત નથી અને શરુઆતના તબક્કામાં તેને ફરજિયાત નથી કર્યું. હોટલો પણ તેમના મહેમાનો માટે નોંધણી કરાવી શકે છે.

હોટેલ અને ગેસ્ટ હાઉસ માલિકોને માહિતી અપાઈ

આ સાથે જિલ્લા પ્રવાસન અધિકારી બ્રિજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે હોટલ, ગેસ્ટ હાઉસ, હોમસ્ટે અને આવી અન્ય સુવિધાઓ ધરાવતાં લોકોએ પહેલાં પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ચેક-ઇન સમયે તેમના મહેમાનોનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે લાગુ કરાયો 

પાંડેએ કહ્યું કે, 'મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો નિયમ લાગુ કરવો પડશે, કારણ કે 2022 અને 2024 વચ્ચે શહેરમાં આવતાં પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ પગલું શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વિશે વાસ્તવિક સમયનો ડેટા મળી શકશે. આ સાથે હોટેલ માલિકોને નવા નિયમનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.'

NGTએ રાજ્ય સરકારને સૂચનાઓ આપી હતી

આ પહેલા મે મહિનાની શરુઆતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે(NGT) રાજ્ય સરકારને હિલ સ્ટેશનોમાં પ્રવાસીઓની નોંધણી શરુ કરવા અને નિયમિત રીતે ડેટા આપવા સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન

રજિસ્ટ્રેશન ક્યાં કરાવશો

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પ્રવાસીઓએ registrationtouristcare.uk.gov.in પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે. જેમા આધાર કાર્ડ નંબર, વાહન(ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર)ની વિગતો અને તમારા શહેરનું નામ દાખલ કરવાનું રહેશે.