For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આરબીઆઇ વચગાળાના ડિવિડન્ડ પેટે કેન્દ્ર સરકારને 28000 કરોડ ચૂકવશે

- રિઝર્વ બેંકના સભ્યોની બેઠકમાં લેવાયેલો નિર્ણય

- આરબીઆઇના આ નિર્ણયથી કેન્દ્રને નાણાકીય ખાધ ઘટાડવામાં મદદ મળશે

Updated: Feb 18th, 2019

આરબીઆઇ વચગાળાના ડિવિડન્ડ પેટે કેન્દ્ર સરકારને 28000 કરોડ ચૂકવશે

આ અગાઉ ૨૭ માર્ચ, ૨૦૧૮ના રોજ સરકારને ૧૦,૦૦૦ કરોડ વચગાળાના ડિવિડન્ડ પેટે ચૂકવાયા હતા

નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારને વચગાળાના ડિવિડન્ટ પેટે ૨૮,૦૦૦ કરોડ રૃપિયા ચૂકવશે તેમ મધ્યસ્થ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે. આરબીઆઇના આ નિર્ણયથી કેન્દ્રને નાણાકીય ખાધ ઘટાડવામાં મદદ મળશે. 

બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  આ બેઠકમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ પણ સંબોધન કર્યુ હતું. આ સળંગ બીજુ વર્ષ છે જ્યારે આરબીઆઇ વચગાળાના અનામતને ટ્રાન્સફર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરબીઆઇએ ઓગસ્ટ, ૨૦૧૮માં ૫૦,૦૦૦ કરોડ રૃપિયાની અનામત રકમ ટ્રાન્સફર કરવાનાી જાહેરાત કરી હતી. જે પૈકી ૧૦,૦૦૦ કરોડ રૃપિયા વચગાળાના ડિવિડન્ડ પેટે  ૨૭ માર્ચ, ૨૦૧૮ના રોજ સરકારને ચૂકવવામાં આવ્યા હતાં.

સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે લિમિટેડ ઓડિટ રિવ્યુ અને ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કનો અમલ કર્યા પછી આરબીઆઇ બોર્ડે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ પૂર્ણ છ માસિક ગાળા માટે કેન્દ્ર સરકારને ૨૮,૦૦૦ કરોડ રૃપિયા વચગાળાના ડિવિડન્ટ પેટે ટ્રાન્સફર કરવાના ે નિર્ણય લીધો છે. 

પોતાના પ્રવચનમાં જેટલીએ છેલ્લા ચાર વર્ષમાં સરકાર દ્વારા લેવામાં વિવિધ આર્થિક સુધારણાઓનું વર્ણન કર્યુ હતું. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઇ એક્ટ,૧૯૩૪ની કલમ ૪૭  હેઠળ અનામત રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી રહી છે. 

આરબીઆઇ એક્ટ, ૧૯૩૪ની કલમ ૪૭માં જણાવવામાં આવ્યું છે કે શંકાસ્પદ દેવાઓની જોગવાઇ, મિલકતોમાંથી ઘસારો બાદ, સ્ટાફને ચૂકવણી કર્યા પછી વધતી અનામત રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી શકાય છે. 

આરબીઆઇ ગવર્નર ૨૧  ફેબુ્રઆરીએ બેંકના વડાઓને મળશે 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮

આરબીઆઇ દ્વારા વ્યાજ દરોમાં કરાયેલા ઘટાડાનો અમલ કરાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસ ૨૧ ફેબુ્રઆરીએ પીએસયુ અને ખાનગી બેંકોના વડાઓને મળશે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૃઆતમાં આરબીઆઇએ વ્યાજ દરોમાં ૦.૨૫ ટકા ઘટાડો કરી ૬.૨૫ ટકા કર્યા હતાં. માત્ર આરબીઆઇ દ્વારા લોનના વ્યાજ દરમાં ૦.૦૫ ટકા ઘટાડો કર્યો છે.

Gujarat