For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંસદ ભવનમાં બેઠક પુર્ણ, આતંકવાદ વિરુદ્ધ દરેક દળ એકસાથે

Updated: Feb 16th, 2019

સંસદ ભવનમાં બેઠક પુર્ણ, આતંકવાદ વિરુદ્ધ દરેક દળ એકસાથે

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામાના હુમલા પર સમગ્ર દેશમાં આક્રોશ છે. જેને લઇને સરકારે સંસદમાં દરેક પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક કરી છે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં સંસદ ભવનમાં આ બેઠક બોલાવવામાં આવી. જેમાં કોંગ્રેસ સહિત ઘણાં વિપક્ષી દળોના નેતાઓ બેઠકમાં સામેલ થયા. બેઠક બાદ નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું કે લોકસભા અને રાજ્યસભામાં રાજકિય દળોના નેતાઓની બેઠક બોલાવી જેમાં દરેક દળોના નેતાઓએ આ આશ્વાસન આપ્યુ કે તેઓ દેશ અને સરકારની સાથે છે.

તેમણે જણાવ્યું કે, બેઠકમાં એક પ્રસ્તાવ પણ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો. સાથે જ તે જણાવ્યું કે, બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આતંકવાદની આ હરકત કાયરતાપૂર્ણ છે અને જમ્મુ કાશ્મીરમાં આતંક ખતમ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. બેઠકમાં રાજનાથસિંહે કહ્યું કે, કાશ્મીરની જનતા શાંતિ ઇચ્છે છે અને તેઓ આપણી સાથે છે.
Gujarat