સોનમ-રાજ વિશે ચોંકાવનારો ખુલાસો, રાજા રઘુવંશીના પરિવારે કહ્યું- 'બંને ડ્રગ્સનું સેવન કરતા હતા...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raja Raghuvanshi Case: ઇન્દોરના બહુ ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે દિવસે-દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે રાજાના પરિવારે સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ દાવો કર્યો છે કે, સોનમ અને રાજ બંને ડ્રગ્સનું સેવન કરતા હતા. જે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓનું એક મોટું કારણ હોઈ શકે છે.
'સોનમ-રાજ ડ્રગ્સનું સેવન કરતા હતા..'
વિપિન રઘુવંશીએ કહ્યું, 'રાજા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. સોનમ અને રાજ ફક્ત વ્યક્તિગત રીતે નજીકના જ નહોતા, પરંતુ ડ્રગ્સના વ્યસનમાં પણ એક-બીજા સાથે હતા. રાજ ડ્રગ્સ લેતો હતો, અને સોનમે પણ તેની સાથે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી આનંદ અને આકાશ પહેલા પોતાના નિવેદનો આપ્યા હતા, પરંતુ હવે તેને હવે નિવેદન બદલ્યું છે.'
આ પણ વાંચો: 'સોનમે મારા દીકરાને આપી હતી કાળી ઢિંગલી', રાજા રઘુવંશીની માતાનો ચોંકાવનારો દાવો
'પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવો જોઈએ'
વિપિને આશંકા વ્યક્ત કરી છે કે, રાજ અને સોનમ પણ તેમના નિવેદનો બદલી શકે છે. જેનાથી કેસમાં સત્યતા દબાઈ શકે છે. જેને લઈને રાજાના પરિવાર સતત આરોપીઓના નાર્કો ટેસ્ટની માંગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, 'જો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો આરોપીઓ તેમના નિવેદનો બદલી શકશે નહીં અને સત્ય બહાર આવશે. પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવો જોઈએ અને આરોપીઓની કડક પૂછપરછ કરવી જોઈએ, જેથી હત્યાનું સત્ય બહાર આવે.'
આ પણ વાંચો: 'નરાધમોને ફાંસી આપો...', કોલકાતા ગેંગરેપ કેસના મુખ્ય આરોપીની જૂની ફેસબુક પોસ્ટ વાઈરલ
રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે પોલીસ તપાસ હાલ ચાલી રહી છે. તેવામાં રાજાના પરિવારનું કહેવું છે કે, 'સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આમ જ્યાં સુધી સમગ્ર કેસ મામલે યોગ્ય તપાસ કરવામાં નહી આવે અને રાજાને ન્યાય ન મળે ત્યાં સુધી ચૂપ નહીં બેસીશું.'








