India

દેશના 70 ટકા વિસ્તારમાંથી અચાનક વરસાદી વાદળો ગૂમ

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
દેશના 70% વિસ્તારમાં વરસાદી વાદળો ગાયબ થતાં તાપમાનમાં અચાનક વધારો નોંધાયો છે. પશ્ચિમ પેસિફિકમાં શક્તિશાળી ચક્રવાતને કારણે ભેજ ખેંચાઈ જતાં આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, હવામાન વિભાગે ચિંતા ન કરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના 70 ટકા વિસ્તારમાંથી અચાનક વરસાદી વાદળો ગૂમ

સમુદ્રી ચક્રવાતે હવામાંથી ભેજ ખેંચી લીધો
કેટલાક રાજ્યોમાં તાપમાન અચાનક વધ્યું, મધ્ય ભારતમાં વરસાદની શક્યતાઓ

નવી દિલ્હી : ભારતમાં અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડયો હતો, હવે અચાનક દેશના લગભગ ૭૦ ટકા વિસ્તારમાં વરસાદી વાદળો ગાયબ થઇ ગયા હોવાનું સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું છે. અને વરસાદ પાછો ખેંચાયો છે. આમ થવા પાછળનું કારણ ચક્રવાત હોવાનું માનવામાં આવે છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે ભેજવાળા પવન સાથે જોડાયેલુ માનવામાં આવે છે. જે હિંદ મહાસાગરમાંથી આવે છે. જોકે તાજેતરમાં પશ્ચિમ પેસિફિકમાં શક્તિશાળી ચક્રવાતને પગલે આ તમામ ભેજ ખેંચાઇ ગયો જેને કારણે વરસાદી વાદળો નથી બની રહ્યા. આ કારણસર દેશમાં આશરે ૭૦થી ૮૦ ટકા વિસ્તારમાં હાલ વરસાદ નહીવત અથવા બહુ જ સામાન્ય છે.
જોકે તેનાથી ચિંતા કરવાની જરૂર નથી તેમ હવામાન વિભાગે કહ્યું છે, આગામી કેટલાક દિવસોમાં મધ્ય ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. નવ જુલાઇ સુધીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો હતો. કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડયો હવે ંજ્યારે ચોમાસાએ કેટલાક રાજ્યોમાં આંશિક બ્રેક મારી હોવાથી તાપમાન પણ વધી રહ્યું છે.